Homeગુજરાતીગુજરાતરાજકોટમાં ASI વતી રૂપિયા 10.000ની લાંચ લેતો હોમગાર્ડ પકડાયો

રાજકોટમાં ASI વતી રૂપિયા 10.000ની લાંચ લેતો હોમગાર્ડ પકડાયો

રાજકોટ, 21 સપ્ટેમ્બર, 2026 : Home guard caught taking bribe શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર વતી લાંચ લેતા હોમગાર્ડ જવાનને એસીબીએ છટકું ગોઠવીને રંગેહાથ ઝડપી લીધો હતો. મારામારીના કેસમાં આરોપીને લોકઅપમાં ન રાખવા અને વહેલા જામીન અપાવવા માટે આરોપી દ્વારા રૂપિયા 10,000ની લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદી લાંચ આપવા માગતા ન હોય એસીબીમાં ફરિયાદ કરતા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.

આ બનાવની વિગત એવી છે કે, રાજકોટ શહેર લાંચ રૂશ્વત વિરોધી શાખાને એક ફરિયાદ મળી હતી કે, આજીડેમ પોલીસ સ્ટેશનમાં મારામારીના કેસમાં સંડોવાયેલ આરોપી પાસે ગુનાની તપાસ કરતા ASI રાજેશભાઇ ઉર્ફે રાજૂભાઇ સામતભાઇ મેર દ્વારા તપાસના કામે આરોપીઓને લોકઅપમાં નહીં રાખવા અને જલ્દી જામીનની કાર્યવાહી કરવાના અવેજ પેટે ₹10,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી અને આ લાંચની રકમ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોમગાર્ડ મનોજભાઇ બાબુભાઇ ચૌહાણને આપવા જણાવ્યું હતું, પરંતુ આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ મળતાની સાથે એસીબી  ટીમ દ્વારા છટકું ગોઠવી આજીડેમ પોલીસ ચોકીના દરવાજા સામે આવેલા ટ્રાફિક ભવન પૂર્વ વિભાગના કેમ્પસમાં GRD મનોજભાઇ બાબુભાઇ ચૌહાણને ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂ.10,000 સ્વીકારતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular