Homeગુજરાતીગુજરાતલખતર-વિરમગામ હાઈવે પર ઠેર ઠેર ખાડાઓથી વાહનચાલકો પરેશાન

લખતર-વિરમગામ હાઈવે પર ઠેર ઠેર ખાડાઓથી વાહનચાલકો પરેશાન

સુરેન્દ્રનગર, 21 સપ્ટેમ્બર, 2026 :  Potholes everywhere on the Lakhtar-Viramgam highway લખતર-વિરમગામ હાઈવેની હાલત બિસ્માર બની છે. હાઈવે પર ઠેર ઠેર ખાડાને કારણે વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. સુરેન્દ્રનગરથી લખતર-વિરમગામ થઈને અમદાવાદ આવવા માટેનો આ મુખ્ય માર્ગ હોવાથી વાહનોની અવર-જવર પણ વધુ રહેતી હોય છે. ત્યારે આ સ્ટેટ હાઈવેને વહેલીતકે મરામતની માગ ઊઠી છે.

લખતર-વિરમગામ હાઈવે ચોમાસાના ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ નાના-મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વિઠ્ઠલગઢ અને વિઠ્ઠલાપરા વચ્ચેના રોડ પર ઠેર ઠેર ખાડા પડ્યા છે. આ ઉપરાંત, લખતરથી દેદાદરા પાટિયા સુધીના હાઈવે પર પણ ઠેર ઠેર ખાડાં જોવા મળી રહ્યા છે. હાઈવે પર ખાડાઓને લીધે નાના-મોટા અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે.  તંત્ર દ્વારા આ રોડના રિપેરિંગ માટે કામગીરી કરવામાં આવે છે, પરંતુ ખાડાઓમાં કાચા પથ્થરો નાખીને કામ પૂરું કરી દેવાય છે. આવા કામ બે-ત્રણ દિવસમાં જ ફરીથી બિસ્માર થઈ જાય છે અને ખાડાઓ જેવી ને તેવી સ્થિતિમાં આવી જાય છે. આથી, તંત્ર દ્વારા સુરેન્દ્રનગર-લખતર-વિરમગામ હાઈવે પર પડેલા ખાડાઓનું વહેલી તકે યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં માગ ઊઠી છે.

 આ ઉપરાંત વઢવાણ જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં અંદાજે 1 કિલોમીટરના રસ્તા પર પાણી ભરાવાની સાથે 5થી 10 ફૂટના અંતરે નાના-મોટા 15થી વધુ મસમોટા ખાડા પડ્યા છે. આ રોડ છેલ્લાં 8થી 10 વર્ષ પહેલાં બન્યો હતો. આ ખાડાઓ છેલ્લા 1 વર્ષથી છે. વઢવાણ જીઆઈડીસીમાં હાલમાં અંદાજે 800થી વધુ નાની-મોટી ફેક્ટરીઓ અને ઉત્પાદક એકમો ધમધમી રહ્યા છે. છતાંયે રોડ પરના ખાડાઓ પુરવામાં આવતા નથી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular