Homeગુજરાતીગુજરાતટાટની પરીક્ષા 493 કેન્દ્રો પર શાંતિપૂર્ણ રીતે સંપન્ન, ઉમેદવારોને બીજુ પેપર અઘરૂ...

ટાટની પરીક્ષા 493 કેન્દ્રો પર શાંતિપૂર્ણ રીતે સંપન્ન, ઉમેદવારોને બીજુ પેપર અઘરૂ લાગ્યું

અમદાવાદ, 21 સપ્ટેમ્બર, 2026 : TAT exam completed peacefully at 493 centers ગુજરાતમાં આજે અમદાવાદ સહિત 493 પરીક્ષા કેન્દ્ર પર  રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી (TAT Secondary) ની મુખ્ય પરીક્ષા  શાંતિપૂર્ણરીતે સંપન્ન થઈ હતી. ટાટની પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરનારા 75,000થી વધુ ઉમેદવારો આ મુખ્ય કસોટીમાં નોંધાયા હતા. પરીક્ષામાં બંને પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા ઉમેદવારોએ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા માધ્યમિક શાળાના શિક્ષકો માટેની ટાટ સેકન્ડરી પરીક્ષા આજે અમદાવાદ સહિત 493 કેન્દ્રો પર લેવામાં આવી હતી. રવિવારે લેવાયેલી ટાટ સેકન્ડરીની પરીક્ષામાં પહેલું પેપર મોડરેટ અને બીજું પેપર થોડું અઘરું પૂછાયું હતું. ગણિતના દાખલા અઘરા પૂછાતા તેને સોલ્વ કરવામાં ઉમેદવારોનો સમય વધારે ગયો હતો. પરીક્ષા આપીને કેન્દ્રની બહાર નિકળેલા વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, બીજું પેપર લાંબુ હતું અને ગણિતનો વિભાગ થોડો લાંબો હતો.

રાજ્યના 493 પરીક્ષા કેન્દ્રો પર રવિવારે સવારે 10-30 કલાકથી ઉમેદવારોને પ્રવેશ અપાયો હતો. અંતિમ મિનિટોમાં પણ ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર તૈયારી કરતા જોવા મળ્યા. પ્રથમ પેપર પૂર્ણ થયા બાદ બપોરે 3 વાગ્યે બીજું પેપર લેવાયું હતું.

 અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થાય તે માટે વ્યાપક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. શહેરના પૂર્વ વિસ્તારમાં 84 કેન્દ્રો પર 15 હજારથી વધુ અને પશ્ચિમ વિસ્તારમાં 87 કેન્દ્રો પર 16 હજારથી વધુ ઉમેદવારો નોંધાયા હતા. કોઈપણ અનિચ્છનીય ઘટના અટકાવવા માટે કેન્દ્ર સંચાલકો, બ્લોક સુપરવાઇઝરો તેમજ ઓબ્ઝર્વરોની નિમણૂક કરી તેમને ખાસ તાલીમથી સજ્જ કરાયા હતા. આ ઉપરાંત દરેક સેન્ટર પર સરકાર નિયુક્ત પ્રતિનિધિઓ તૈનાત રહીને સમગ્ર પ્રક્રિયાનું સુપરવિઝન કર્યું હતું.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular