Homeગુજરાતીગુજરાતરાજકોટમાં ટેમ્પાએ 5 વાહનોને લીધા અડફેટે, બાઈકચાલકનું મોત, બેને ઈજા

રાજકોટમાં ટેમ્પાએ 5 વાહનોને લીધા અડફેટે, બાઈકચાલકનું મોત, બેને ઈજા

રાજકોટ, 21 સપ્ટેમ્બર, 2026 :  Tampa hits 5 vehicles, biker dies શહેરના પારેવડી ચોક નજીક એક પૂરપાટ ડીજે આઇસર ટેમ્પાએ  પૂર ઝડપે એક પછી એક એમ પાંચ વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતના બનાવમાં  ટેમ્પા નીચે કચડાઈ જતાં 60 વર્ષના બાઈકચાલક અરૂણભાઈ નામના વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ, જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ત્યારે આ અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળે છે કે, શહેરના પારેવડી ચોક નજીક ડીજેનો સામાન ભરી આઇસર ટેમ્પો ભગવતીપરા પુલ પરથી પૂરપાટ ઝડપે નીચે ઉતરી રહ્યો હતો. તે દરમિયાન ટેમ્પાના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પાએ પહેલાં આગળ જતી રિક્ષા ત્યારબાદ બાઈકચાલકને અડફેટે લીધા હતા. બંને વાહનોને અડફેટે લીધા બાદ ટેમ્પાચાલકે આગળ અન્ય બે રિક્ષા અને એક કારને પણ અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં બાઈકચાલક અરૂણભાઈ પર ટેમ્પાનું ટાયર ફરી વળતા તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતની ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ પણ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને વાહનોમાંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડ્યા હતા.

આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે આઇસર ચાલકની અટક કરી છે તથા અકસ્માતનો ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આઇસર ચાલક બ્રેક ફેલ થઈ હોવાનો બચાવ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં 38 વર્ષીય ઇરફાન અલીભાઈ તમીમી અને 40 વર્ષીય પરેશ કેશવલાલ કુંડલ ઈજાગ્રસ્ત થયા છે. આ બંનેની હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રરહી છે, જ્યારે 60 વર્ષીય અરુણભાઈ નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular