Homeગુજરાતીગુજરાતગુજરાત વિદ્યાપીઠમાં ગર્લ્સ હોસ્ટેલની મેસમાં ABVPના સરપ્રાઈઝ ચેકિંગથી સર્જાયો વિવાદ

ગુજરાત વિદ્યાપીઠમાં ગર્લ્સ હોસ્ટેલની મેસમાં ABVPના સરપ્રાઈઝ ચેકિંગથી સર્જાયો વિવાદ

અમદાવાદ, 22 સપ્ટેમ્બર, 2026 : ABVP’s surprise checking in girls’ hostel mess at Gujarat Vidyapith sparks controversy મહાત્મા ગાંધીજી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થિનીઓની હોસ્ટેલની મેસમાં ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા કોઈપણ મંજુરી વિના સરપ્રાઈઝ ચેકિંગ કરતા વિવાદ ઊભો થયો છે. રાતના સમયે વિદ્યાર્થિનીઓ જમતી હતી ત્યારે એબીવીપીના કાર્યકર્તાઓએ મેસમાં સરપ્રાઈઝ ચેકિંગ માટે અનઅધિકૃત પ્રવેશી ધમાલ અને અશાંતિનું વાતાવરણ ઊભું કર્યું કરતા પોલીસ કાફલો અને મ્યુનિના ફુડ વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. આ ઘટના બાદ સંબંધિત કાર્યકર્તાઓ દ્વારા માફી માગવામાં આવી હોવાનું કહેવાય છે.

ગુજરાત વિદ્યાપીઠના ગર્લ્સ હોસ્ટેલના હેડ ડૉ. સુરભિ લેઉવાએ જણાવ્યું હતું કે,  કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર કન્યા છાત્રાલયમાં 25 જેટલા કાર્યકર્તાઓ રસોડામાં પાછળના દરવાજાથી ઘૂસી ગયા હતા. કોઠારની વ્યવસ્થા જોતી દીકરીએ કહ્યું કે મેસની તમામ ખાદ્ય વસ્તુઓ બતાવવા તૈયાર છું પરંતુ બે ત્રણ લોકો જ અંદર આવીને ચેક કરી જાઓ. પરંતુ તેની પણ વાત આ લોકોએ સાંભળી નહિ અને 20થી 25 જેટલા છોકરાઓ એક છોકરીને ઘેરી વળ્યા હતા. જેથી તે છોકરી પણ ગભરાઈ ગઈ હતી અને તેને ચારથી પાંચ વખત ચીસો પણ પાડી હતી.

એબીવીપીના અગ્રણીના કહેવા મુજબ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સ્ટુડન્ટ્સ રેડ કરીને અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ હોસ્ટેલમાં ચાલતી મેસમાં ચેકીંગ કરવામાં આવ્યું રહ્યું છે. જેને લઈને ગત શનિવારે ગૂજરાત વિદ્યાપીઠની કન્યા અને કુમાર છાત્રાલયમાં પણ રાત્રે 8 વાગ્યા આસપાસ ABVPના કાર્યકર્તાઓએ રસોડામાં ચેકીંગ કર્યું હતું. જેમાં સડેલા ટમેટાં, ડુંગળી અને એક્સપાયર થયેલી ખાદ્ય વસ્તુઓ મળી આવી હતી. જેથી જવાબદાર લોકો સામે કાર્યવાહી કરી વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત ભોજન આપવામાં આવે તે માટે માગ કરી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular