Homeગુજરાતીગુજરાતઅમદાવાદના CG રોડ પર મોડી રાત્રે પોલીસની ડ્રાઈવ, 106 વાહનો જપ્ત કરાયા

અમદાવાદના CG રોડ પર મોડી રાત્રે પોલીસની ડ્રાઈવ, 106 વાહનો જપ્ત કરાયા

અમદાવાદ, 22 સપ્ટેમ્બર, 2026 : Police drive late at night on CG Road, 106 vehicles seized શહેરના પોશ ગણાતા સીજી રોડ પર મોડી રાત્રે ટોળટપ્પા મારવા માટે એકઠા થતા નબીરાઓ ટ્રાફિક જામ થાય તે રીતે વાહનો પાર્ક કરતા હોવાની ફરિયાદો ઊઠતા પોલીસે મોડી રાત્રે ડ્રાઈવ શરૂ કરી હતી. જેમાં નંબર પ્લેટ વિનાના વાહનો, મોડીફાઈડ કરેલા વાહનો, બ્લેકફિલ્મ લગાવેલા વાહનો સહિત કૂલ 106 વાહનો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નવરંગપુરા પોલીસે બે દિવસ 3-3 કલાકની ડ્રાઈવ ચલાવી શી ટીમ દ્વારા 106 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.

આ અંગે ઝોન-1 DCP ઝોન 1 ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે,  શહેરના સી.જી રોડ પર નવરંગપુરા પોલીસ દ્વારા મોડી રાત્રે ડ્રાઈવ યોજવામાં આવી હતી. પીઆઇ એન.એ દેસાઈ અને શી ટીમ દ્વારા શકમંદ વાહન ચાલકોને તપાસવામાં આવ્યા હતા, જેમાંથી બ્લેક ફિલ્મ લગાવેલી કાર, નંબર પ્લેટ વિનાના વાહન, નંબર પ્લેટ સાથે ચેડા કર્યા હોય તેવા વાહન, લાયસન્સ ન હોય તેવા વાહન કબજે કરવામાં આવ્યા હતા. આ તમામ વાહન પોલીસ સ્ટેશન લાવી જમા કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

નવરંગપુરા પોલીસ સૂત્રોના કહેલા મુજબ  પોલીસે મોડી રાત્રે સીજી રોડ પર ડ્રાઈવ યોજીને નિયમોનો ભંગ કરતા થાર, સ્કોર્પિયો, ટૂવ્હીલરો સહિતના વાહનો કબજે કર્યા હતા. જેમાં થાર, સ્કોર્પિયો સહિત 6 કાર જ્યારે હાયાબુઝા બાઇક, બુલેટ, મોપેડ, એક્સેસ સહિત 100 જેટલા ટુ વ્હીલર કબજે કરવામાં આવ્યા છે. આ તમામના દસ્તાવેજ ચેક કરીને RTO નો મેમો આપવામાં આવશે. આ ઉપરાંત આગામી સમયમાં પણ તહેવારમાં દૂષણ ઉભું કરતા વાહન ચાલકો સામે સી.જી રોડ પર આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular