Homeગુજરાતીગુજરાતઅંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં બીજા દિવસે પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં બીજા દિવસે પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

અંબાજી, 22 સપ્ટેમ્બર, 2026 : Bhadarvi Poonam fair attracts a large crowd of devotees સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના લોકમેળાના બીજા દિવસે પણ હૈયેહૈયુ દળાય એવી ભીડ જોવા મળી હતી. માતાજીના દર્શન માટે ભાવિકોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. ગુજરાત અને ગુજરાત બહારથી મોટી સંખ્યામાં ભક્તો અંબાજી પહોંચ્યા છે. સોમવારે સવારની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ભક્તોનો ઉત્સાહ વધારવા માટે પોલીસ જવાનો પણ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા.

અંબાજી તરફ જતા તમામ માર્ગે પર પદયાત્રીઓની વણઝાર જોવા મળી રહી છે. જય અંબેના નાદ સાથે પદયાત્રિઓ અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. સોમવારે મધ્ય ગુજરાતનો એક સંઘ પાંચ દિવસની પદયાત્રા કરીને અંબાજી પહોંચ્યો હતો. બામારોડા પાદેડીથી અંબાજી સુધી 130 સભ્યોનો આ સંઘ આવ્યો હતો. આ સંઘ છેલ્લા 47 વર્ષથી મહીસાગર જિલ્લામાંથી અંબાજી આવે છે. દર વર્ષે તેઓ પોતાના ગામથી નીકળીને પાંચમા દિવસે અંબાજી પહોંચે છે. અહીં એક દિવસ આરામ કર્યા પછી બીજા દિવસે મંદિરે દર્શન કરવા આવે છે.

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના બીજા દિવસે પણ ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અંબાજી આવેલા ભક્તોએ મંદિરની વ્યવસ્થાને લઈને ખુશી વ્યક્ત કરી હતી. હાલમાં મંદિર સવારના 6 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવ્યું છે. ભક્તો ધજા અને સંઘ સાથે અંબાજી મંદિર પહોંચી રહ્યા છે. પોલીસ જવાનો પણ ભક્તો સાથે ભક્તિ કરતા જોવા મળ્યા હતા. મેળાના પહેલા દિવસે 4.5 લાખ કરતાં વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. આ મહામેળો 26 સપ્ટેમ્બર સુધી ચાલશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular