Homeગુજરાતીગુજરાતસુરતના કોસંબા નજીક હાઈવે પર ધૂમ્મસને લીધે બે લકઝરી બસ વચ્ચે સર્જાયો...

સુરતના કોસંબા નજીક હાઈવે પર ધૂમ્મસને લીધે બે લકઝરી બસ વચ્ચે સર્જાયો અકસ્માત

સુરત, 25 સપ્ટેમ્બર, 2026 :  Accident between two luxury buses અમદાવાદ-મુંબઈ હાઈવે પર વહેલી પરોઢે ધૂમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા સુરતના કોસંબા નજીક બે લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો જોરદાર હતો કે પાછળથી ટકરાયેલી બસનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. જોકે સદનસિબે આ અકસ્માતના બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા નજીક નેશનલ હાઇવે-૪૮ પર વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે બે લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક લક્ઝરી બસની પાછળ પુરપાટ ઝડપે આવી રહેલી બીજી લક્ઝરી બસ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે પાછળથી ટકરાયેલી બસનો આગળનો ભાગ ભારે ક્ષતિગ્રસ્ત થયો હતો. અચાનક સર્જાયેલા આ ગંભીર અકસ્માતને પગલે બંને બસોમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને બસની અંદર ચીસાચીસ મચી ગઈ હતી. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે મોટી ખાનારાબી ન થતાં પ્રવાસીઓ તેમજ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

અકસ્માતની જાણ થતાં જ હાઇવે ઓથોરિટીની ક્રેન અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને વાહનવ્યવહારને રાબેતા મુજબ ચાલુ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. વહેલી સવારના ગાઢ ધુમ્મસને કારણે વાહન ચાલકોએ વાહનો લાઇટ ચાલુ રાખીને સાવચેતીપૂર્વક હંકારવા ખાસ અપીલ કરવામાં આવી છે. સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ ના PSI ઈશ્વરસિંહ સિસોદિયાએ જણાવ્યું હતું કે કોસંબા નજીક બે લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થયાની જાણ થતા જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. અને બન્ને અકસ્માતગ્રસ્ત વાહનોને હાઈવેની સાઇડ કરી હાઈવે ખુલ્લો કરાવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

 

 

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular