અમદાવાદ, 10 ઓક્ટોબર, 2026 : Temperatures rise શિયાળાના આગમનને હવે એકાદ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજ્યમાં તાપમાનમાં વધારો વધારો થતાં લોકો ઉનાળા જેવી ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. શુક્રવારે સૌથી વધુ તાપમાન રાજકોટમાં 39.6 ડિગ્રી નોંધાયા હતું. જ્યારે અમદાવાદ, ભૂજ, કંડલા, અમરેલી, સુરેન્દ્રનગર, મહુવા, ડીસા અને સુરતમાં તાપમાનનો પારો 37 ડિગ્રી વટાવી ગયો હતો.
ગુજરાતમાં ચોમાસાની વિદાય થતાં અને શિયાળાના આગમનને એક મહિનો બાકી છે, ત્યારે તાપમાનનો વધારો થયો છે. રાજકોટમાં તાપમાનનો પારો 39°Cને વટાવી જતા લોકોએ બપોરના સમયે ઉનાળા જેવો અનુભવ કર્યો હતો. રાજ્યના અમદાવાદ સહિત નવ શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રી પાર રહ્યો હતો
હવામાન વિભાગના કહેવા મુજબ આગામી તા. 7 દિવસ સુધી હવામાન સામાન્ય રીતે સૂકું રહેવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની દિશા ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફ રહેવાની શક્યતા છે. પવનની ગતિ 15થી 20 કિમી પ્રતિકલાકની રહેશે. હાલ રાજ્યમાં પવન ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશા તરફથી ફેંકાઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને મહત્તમ તાપમાન 38°C, જ્યારે ન્યૂનતમ તાપમાન 24°C આસપાસ રહેવાની શક્યતા છે. આગામી 3-4 દિવસ દરમિયાન પૂર્વ ભારત અને ઉત્તર દ્વીપકલ્પના વધુ વિસ્તારોમાંથી ચોમાસું તબક્કાવાર વિદાય લે તે માટે અનુકૂળ વાતાવરણ સર્જાઈ રહ્યું છે.


