અમદાવાદ, 14 ઓક્ટોબર, 2026 : Demand for flowers increased due to Navratri, rose prices increased શહેરમાં નવરાત્રીને લીધે ફુલોની માગમાં વધારો થયો છે. જેના લીધે ગુલાબના ફુલોના ભાવમાં વધારો થયો છે. જો કે ગલગોટા ફુલોની આવક વધુ હોવાથી તેના ભાવમાં ઘટાડો થયો છે. શહેરના જમાલપુર માર્કેટ ફુલ બજારમાં પીળા ફૂલનો ભાવ પ્રતિ કિલો ₹50થી ₹60 હતો, તે હવે ઘટીને ₹20થી ₹25 પ્રતિ કિલો થયો છે. કેટલાક ફૂલોના ભાવ તો પ્રતિ કિલો ₹15 સુધી પણ પહોંચી ગયા છે. જ્યારે છૂટક બજારમાં ગુલાબનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 300થી 400નો બોલાયો છે.
નવરાત્રીના પર્વના પ્રારંભથી માતાજીની પૂજા-અર્ચના અને શણગાર માટે ફૂલોની માંગ વધી છે. શહેરના જમાલપુર ફૂલ બજારમાં ઘરાકી વધી રહી છે. ફુલ બજારમાં ગુલાબના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે જ્યારે પીળા ફૂલ અને ગલગોટાના ભાવમાં ઘટાડો થયો છે. ફુલના વેપારીઓના કહેવા મુજબ, નવરાત્રીને કારણે બજારમાં ગ્રાહકોની અવરજવર વધી છે. જોકે, ગુલાબ સિવાય મોટાભાગનાં ફૂલોના ભાવમાં ઘટાડો થયો છે. અત્યાર સુધી જે પીળા ફૂલનો ભાવ પ્રતિ કિલો ₹50થી ₹60 હતો, તે હવે ઘટીને ₹20થી ₹25 પ્રતિ કિલો થયો છે. કેટલાક ફૂલોના ભાવ તો પ્રતિ કિલો ₹15 સુધી પણ પહોંચી ગયા છે. બીજી તરફ, ગુલાબના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય દિવસોમાં ₹100થી ₹120 પ્રતિ કિલોના ભાવે મળતું ગુલાબ નવરાત્રી દરમિયાન છૂટક બજારમાં ₹300થી ₹400 પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યું છે. આ ઉપરાંત અન્ય કેટલાક ફૂલોના ભાવમાં 5થી 10 ટકા જેટલો વધારો થયો છે. જ્યારે ગલગોટાના ભાવમાં ઘટાડો થયો છે અને પારસનાં ફૂલોના ભાવમાં વધારો નોંધાયો છે
જમાલપુર ફુલ બજારના અન્ય વેપારીઓના કહેવા મુજબ ફુલોના ગયા વર્ષની સરખામણીએ આ વખતે બજારમાં એટલી ભીડ જોવા મળતી નથી. નવરાત્રી દરમિયાન માતાજીના મંદિરોમાં પૂજા, આરતી અને શણગાર માટે ફૂલોની ખાસ જરૂરિયાત રહે છે. આ ઉપરાંત ઘરોમાં પણ માતાજીની સ્થાપના અને પૂજા માટે લોકો ફૂલો ખરીદે છે. આ વખતે ગુલાબના વધેલા ભાવ અને અન્ય ફૂલોની સસ્તી કિંમત વચ્ચે બજારમાં અલગ-અલગ સ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ ગ્રાહકોને ગલગોટા અને પીળા ફૂલ સસ્તા ભાવે મળી રહ્યા છે, તો બીજી તરફ ગુલાબ ખરીદવા માટે વધુ રૂપિયા ખર્ચવા પડી રહ્યા છે. હવે નવરાત્રીના આગામી દિવસોમાં બજારમાં ગ્રાહકી કેટલી વધે છે અને ફૂલોના ભાવમાં કેવા ફેરફાર થાય છે તેના પર વેપારીઓની નજર રહેશે.


