અમદાવાદ, 24 ઓક્ટોબર, 2026 : Ahmedabad International Book Festival-2026’ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-૨૦૨૬’ તેમજ કેન્દ્રીય કાપડ મંત્રાલય દ્વારા આયોજિત ‘છાપ પ્રદર્શન’નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સરદાર તરનજીતસિંહ સંધૂની વિશેષ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે ગુરુદ્વારા સુધારણા ચળવળના પ્રણેતા અને સ્વાતંત્ર્ય વીર સરદાર તેજાસિંહ સમુંદ્રીના જીવન પર આધારિત પુસ્તકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવા અને રાષ્ટ્રસેવાનાં ૨૫ વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે યોજાયેલો આ પુસ્તક મહોત્સવ જ્ઞાન, સાહિત્ય અને સંસ્કૃતિના આદાનપ્રદાનને નવી દિશા આપશે.
તેમણે કહ્યું કે નાગરિકોના જીવનધોરણમાં સુધારાની સાથે તેમની જ્ઞાનસંપત્તિ સમૃદ્ધ બને, ચિંતનશીલતા વિકસે અને સમાજમાં સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે તે વડાપ્રધાનના સર્વાંગી વિકાસના વિઝનનો અભિન્ન હિસ્સો છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર, માતૃભાષા ગુજરાતી અને સાહિત્યના જતન તથા સંવર્ધન માટે પ્રતિબદ્ધ છે. આ માટે રાજ્યના વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં શિક્ષણ, ગ્રંથાલયોના વિકાસ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ગુજરાતી ભાષાના પ્રોત્સાહન માટે રૂ. ૧૮૨ કરોડની જોગવાઈઓ કરવામાં આવી છે. જે અંતર્ગત આદિજાતિ વિસ્તારોમાં ભગવાન બિરસા મુંડાના નામે ગ્રંથાલયો ઊભાં કરવા તેમજ જિલ્લા અને તાલુકા સ્તરે ગ્રંથાલયોના નિર્માણ, વિસ્તરણ અને આધુનિકીકરણ માટે વિવિધ પગલાં લેવાયા છે.
આ સંદર્ભે સ્વાતંત્ર્ય સેનાની, ગુરુદ્વારા સુધારણા ચળવળના પ્રણેતા અને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના સ્થાપક સરદાર તેજાસિંહ સમુંદ્રીના જીવન અને વારસા પર આધારિત ‘સરદાર તેજાસિંહ સમુંદ્રી: જીવન અને વારસો’ પુસ્તકના વિમોચનને તેમણે ગૌરવની પળ ગણાવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સરદાર તરનજીતસિંહ સંધૂએ જણાવ્યું કે પુસ્તક મહોત્સવ વિવિધ ભાષાઓ, સંસ્કૃતિઓ અને વિચારોને જોડવાનું સશક્ત માધ્યમ આ મહોત્સવ વાચકો, લેખકો અને યુવા પ્રતિભાઓને જ્ઞાનના નવા આયામો સાથે જોડશે.
આ સાથે જ, મુખ્યમંત્રીએ ઔડા વિસ્તારના વરિષ્ઠ નાગરિકોના પરિવહન માટે નિ:શુલ્ક પાસ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. તદુપરાંત, થલતેજ-શેલા તથા વાડજ-પલસાણા એમ બે અલગ અલગ રૂટ પર AMTSની નવીન બે નવીન બસો તથા એક વધારાની બસને લીલી ઝંડી આપીને પ્રજાપર્ણ કરી હતી.


