Homeગુજરાતીગુજરાતઓઢવમાં GSTના ફેક અધિકારી બનીને 34 લાખની લૂંટ કેસનો આરોપી પકડાયો

ઓઢવમાં GSTના ફેક અધિકારી બનીને 34 લાખની લૂંટ કેસનો આરોપી પકડાયો

અમદાવાદ, 29 ઓક્ટોબર, 2026 : Accused of Rs 34 lakh robbery case arrested by posing as fake GST officer  શહેરના ઓઢવ વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક વેપારીના કર્મચારીને અટકાવીને પોતે જીએસટી વિભાગમાં અધિકારી હોવાની ફેક ઓળખ આપીને  કર્મચારીનું કારમાં અપહરણ કરીને રૂ. 34.15 લાખની રોકડ અને મોબાઈલની લૂંટ કરીને જીએસટીના ફેક અધિકારી અને તેના સાગરિતો કર્મચારીને ગાંધીનગરના ધોળાકૂવા પાસે ઉતારીને પલાયન થઈ ગયા હતા. આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધાર પ્રિતમ ગોહેલને દબોચી લીધો છે. ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધારને ઓઢવ પોલીસ મથકે સોંપવાની તજવીજ હાથ ધરી છે, જ્યારે અન્ય સાગરીતોને પકડવા માટે તપાસ તેજ બનાવી છે.

આ બનાવની વિગત એવી હતી કે,  અમદાવાદ શહેરમાં ગત 21 ઓક્ટોબરે ફરિયાદી કેતન પરીખ અને તેમનો સા થી વસ્ત્રાલથી બાપુનગર જઈ રહ્યા હતા ત્યારે રામરાજ્ય બ્રિજ પાસે સ્વિફ્ટ કારમાં આવેલા શખસોએ તેમને રોકી જીએસટી અધિકારી તરીકે ઓળખ આપી ધમકાવ્યા હતા. ત્યારબાદ રોકડ ભરેલી થેલીઓ અને 3 મોબાઈલ લૂંટી બંનેનું અપહરણ કરી ગાંધીનગરના ધોળાકુવા પાસે છોડી ફરાર થઈ ગયા હતા. આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી પ્રિતમ ગોહેલને ઝડપી લીધો છે. આરોપીની પૂછતાછમાં વિશ્વજીત ગોસ્વામી નામના શખ્સને રૂ. 5 લાખ આપવાનું નક્કી કરી વેપારીનો ફોટો અને વિગતો આપી લૂંટનું કાવતરું રચ્યું હતું. વિશ્વજીતે ખેડાના મહિપાલ સાથે મળીને આ લૂંટને અંજામ આપ્યો હોવાનું તપાસમાં ખૂલ્યું છે. પકડાયેલો મુખ્ય સૂત્રધાર પ્રિતમ ગોહિલ સાબરમતી વિસ્તારમાં વર્ષ 2025 માં નોંધાયેલા લૂંટ અને મારામારીના ગુનામાં પણ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી છે. ક્રાઈમ બ્રાન્ચે પ્રિતમની અટકાયત કરી છે અને ઘટનામાં સંડોવાયેલા અન્ય બે ફરાર આરોપીઓ વિશ્વજીત તેમજ મહિપાલને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular