Homeગુજરાતીગુજરાતરાજકોટમાં રેસકોર્સ રિંગરોડ પર ભવ્ય આતશબાજી સાથે લોકોએ દિવાળીની કરી ઊજવણી

રાજકોટમાં રેસકોર્સ રિંગરોડ પર ભવ્ય આતશબાજી સાથે લોકોએ દિવાળીની કરી ઊજવણી

રાજકોટ, 8 નવેમ્બર, 2026 :  Grand fireworks Diwali celebration at Racecourse Ring Road  રંગીલા રાજકોટવાસીઓએ દિવાળીના પર્વની ધામધૂમથી ઊજવણી કરી હતી. શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આ વર્ષે પણ લોકોને મનોરંજન માટે દિવાળી કાર્નિવાલ અને આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના રેસકોર્સ રિંગરોડ ફરતે રંગોળી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રેસકોર્સ રિંગ રોડ પર આતશબાજી કાર્યક્રમને નિહાળવા માટે હજારોની સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા અને શહેરનું આકાશ રંગબેરંગી ફટાકડાની રંગોળીથી રંગીન બની ગયું હતું.

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવારને યાદગાર બનાવવા અને નાગરિકોમાં આનંદ, ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર માટે તા.6 નવેમ્બરથી તા.8 નવેમ્બર દરમ્યાન રેસકોર્સ રિંગ રોડ ખાતે ‘રંગ, રોશની અને દિપાવલી ઉત્સવ’, ‘ફૂડ ફેસ્ટિવલ’ અને ટેબ્લો કાર્નિવલ’ તથા ‘ભવ્ય આતશબાજી’નું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં, આકર્ષક એન્ટ્રી ગેઇટ, થીમ બેઇઝ લાઈટીંગ ડેકોરેશન, ભવ્ય આતશબાજી, લેસર શો, રંગોળી સ્પર્ધા સહિતના વિશેષ આકર્ષણો દિવાળીના તહેવારને યાદગાર બનાવશે.

 રાજકોટ મ્યુનિ. દ્વારા વર્ષો જૂની પરંપરાને અનુસરી દિવાળી કાર્નિવાલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને બાદમાં સાંજે 7 વાગ્યે માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં રાજકોટ વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ મ્યુનિના પદાધિકારીઓ તથા અધિકારીઓ દ્વારા સૌ પ્રથમ રિમોટ મદદથી સ્વીચ દબાવી હેપી દિવાળી લખેલા ફટાકડા સાથે કાર્યક્રમનો શુભારંભ કરાવી લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી અને ત્યારબાદ એક કલાક સુધી એક બાદ એક અલગ અલગ વેરાયટીના ફટાકડાથી આકાશમાં રંગેબીરંગી ફટાકડાની રંગોળી જોવા મળી હતી.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img