Homeગુજરાતીગુજરાતબાવળાના કલ્યાણગઢ પાસે આવેલી પશુઆહાર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

બાવળાના કલ્યાણગઢ પાસે આવેલી પશુઆહાર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

અમદાવાદ, 09 નવેમ્બર, 2026 : Massive fire breaks out at animal feed manufacturing company  બાવળા-બગોદરા હાઇવે પર પશુઆહાર બનાવતી તિવાના નામની કંપનીમાં મોડી રાત્રે આગ લાગતા ગોડાઉનમાં રાખેલો અનાજનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો. આગ લાગ્યાની જાણ કરાતા બાવળા, ધોળકા, સાણંદ અને અમદાવાદથી ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. અને પાણીનો સતત મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.

આ બનાવની વિગત એવી છે કે,  બાવળા-કલ્યાણગઢ પાસે આવેલી તિવાના નામની પશુ આહાર બનાવતી કંપનીમાં ગત મોડી રાત બાદ ભીષણ આગ ફાટી નિકળતા અફરા-તફરી મચી ગઈ હતી. આગની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગનો કાફલો દોડી આવ્યો હતો. પ્રથમ સાણંદ, ધોળકા અને બાવળાની ફાયર ટીમોએ આગ બુઝાવવાની કામગીરીમાં શરૂ કરી હતી. પણ આગનું વિકરાળરૂપ જોતા અમદાવાદ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરફાઈટરો દોડી આવ્યા હતા. બાવળા, ધોળકા, સાણંદ અને અમદાવાદથી ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓએ ચારે તરફથી પાણીનો સતત મારો ચલાવતા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાનની વિગતો તપાસ બાદ સામે આવશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img