Homeગુજરાતીગુજરાતશહેરી વિસ્તારમાં કચરાના ચાર સ્તરીય વર્ગીકરણ દ્વારા જ સ્વચ્છ શહેરોની કલ્પના સાકાર...

શહેરી વિસ્તારમાં કચરાના ચાર સ્તરીય વર્ગીકરણ દ્વારા જ સ્વચ્છ શહેરોની કલ્પના સાકાર થશે

ગાંધીનગર, 17 નવેમ્બર, 2026 : The concept of clean cities only through four-tier classification of waste ગુજરાત સરકાર “સ્વચ્છ ગુજરાત – સ્વસ્થ ગુજરાત” ના સંકલ્પ સાથે સ્વચ્છતા ક્ષેત્રે દેશમાં અગ્રેસર રહેવા સંકલ્પબદ્ધ છે.  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-૨૦૨૬ તેમજ સુપ્રીમ કોર્ટ, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશોના અમલ માટે વ્યાપક કાર્યવાહી હાથ ધરી છે.આમ, શહેરી વિસ્તારમાં જનભાગીદારીથી કચરાના ચાર સ્તરીય વર્ગીકરણ દ્વારા જ સ્વચ્છ અને સુંદર શહેરોની કલ્પના સાકાર થ‌ઈ રહી છે.

સ્વચ્છતા એ માત્ર સરકારની નહીં, સૌની જવાબદારી છે. નાગરિકોને અનુરોધ છે કે, કચરો ઉત્પન્ન થાય ત્યાં જ ચાર પ્રકારે ભીનો,સૂકો, સેનિટરી અને ખાસ કાળજીવાળો કચરો અલગ કરીને ડોર-ટુ-ડોર વાહનમાં જ આપો. કચરો જાહેરમાં ન ફેંકો, ન સળગાવો. સૌના સહકારથી ગુજરાતને સ્વચ્છતામાં દેશમાં અગ્રેસર રાખી શકાશે. ‘મારું શહેર, સ્વચ્છ શહેર એવોર્ડ’ અંતર્ગત સારી કામગીરી કરનાર મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે.

વધુમાં SWM નિયમો, ૨૦૨૬ મુજબ મુખ્ય જોગવાઈઓ નવા નિયમો, જે ૧ એપ્રિલ ૨૦૨૬થી અમલમાં આવ્યા છે. જેમાં ઘરે ઘરેથી કચરાનું ૧૦૦ ટકા  કલેશન કરવું. કચરાના ચાર પ્રકારે વર્ગીકરણમાં ભીનો,સૂકો, સેનિટરી અને ખાસ કાળજીવાળો કચરો ડોર ટુ ડોર વાહનને આપવો જોઈએ. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આવેલ કોમ્પ્લેક્સ, હોટેલ, સંસ્થાઓ, રહેણાંક અને એકમ/ઓફિસ વિગેરે કે જે ઘન કચરા વ્યવસ્થાપન નિયમો – ૨૦૨૬ મુજબ કોઈપણ એક માપદંડ પૂર્ણ કરતા હોય જેવા કે, ૨૦ હજાર ચોરસ મીટર અથવા તેથી વધુ બિલ્ટ-અપ/ફ્લોર વિસ્તાર ધરાવતા હોય, દૈનિક ૪૦ હજાર લિટર અથવા તેથી વધુ પાણીનો ઉપયોગ કરવામાં આવતો હોય, દૈનિક ૧૦૦ કિલોગ્રામ અથવા તેથી વધુ ઘન કચરો ઉત્પન્ન કરવામાં આવતો હોય‌ તેવા કિસ્સામાં BWGs દ્વારા સ્થળ પર ભીના કચરાનું Decentralized પ્રોસેસિંગ તેમજ સૂકા કચરાને રજિસ્ટર/ઓથોરાઇઝ્ડ એજન્સી મારફતે નિકાલ કરવામાં આવે છે. આ અભિયાનમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને ‘Lead Facilitator’ તરીકે વિશેષ જવાબદારી આપવામાં આવી છે.

 ઘન કચરા વ્યવસ્થાપન નિયમો અનુસાર તમામ જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને Special Cellની રચના કરી અમલીકારી અને મોનીટરીંગની કામગીરી કરવામાં આવી રહી છે. વધુમાં રાજ્યકક્ષાથી વિવિધ વર્કશોપનું આયોજન કરી તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના અધિકારીઓ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની કામગીરી સાથે સંકળાયેલા સ્ટાફ વિગેરેને માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી છે. આ સિવાય પ્રાદેશિક કક્ષાએ પણ વિવિધ તાલીમ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ ઉપરાંત રાજ્યભરમાં સ્વછતાના સંકલ્પ સાથે શાળા-કોલેજના શિક્ષકો, વિદ્યાર્થીઓ, ફ્લેટ,સોસાયટી,મોહલ્લાના રહેવાસીઓ, સફાઈ કામદારો, ડોર ટુ ડોર વાહનના ડ્રાઈવર અને Attendant, સુપરવાઈઝર અને સેનેટરી ઇન્સ્પેક્ટર વગેરે સાથે જનસંપર્ક કરી સ્વચ્છતાના સંકલ્પ પત્ર ભરાવવામાં આવ્યા છે.

  સુપ્રીમ કોર્ટના તમામ પેરામીટરનું સ્વચ્છતા સમીક્ષા કેન્દ્ર (SSK) પોર્ટલ પર મેપીંગ કરવામાં આવ્યું છે, જેમાં મોનીટરીંગ, ટ્રેનીંગ, વિગેરે તમામ કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરોમાં વોટ્સએપ હેલ્પલાઇન નંબર 76228 80000  દ્વારા નાગરિકોની સ્વચ્છતા ફરિયાદોનું ૨૪ કલાકમાં નિરાકરણ કરવામાં આવે છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img