Homeગુજરાતીગુજરાતવડોદરામાં પંડ્યા બ્રિજ પર હીટ એન્ડ રન, ટેન્કરે બાઈકને અડફેટે લેતા દંપત્તીનું...

વડોદરામાં પંડ્યા બ્રિજ પર હીટ એન્ડ રન, ટેન્કરે બાઈકને અડફેટે લેતા દંપત્તીનું મોત

રાજકોટ, 20 નવેમ્બર, 2026 : Couple dies after tanker hits bike in hit-and-run on Pandya Bridge શહેરના ટ્રાફિકથી ધમધમતા પંડ્યા બ્રિજ પર હીટ એન્ડ રનના બનાવમાં બાઈકસવાર દંપત્તીનું મોત નિપજ્યુ હતું. પૂર ઝડપે આવેલા ટેન્કરના ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈકસવાર સિનિયર સિટિઝન દંપત્તી રોડ પર પટકાતા બન્નેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતના આ બનાવ બાદ ટેન્કર સાથે તેનો ચાલક નાસી ગયો હતો. આ અકસ્માતને લીધે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. અને પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે દંપત્તીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપીને સીસીટીવીના કૂટેજ મેળવીને નાસી ગયેલા ટેન્કરચાલકની શોધ ખોળ હાથ ધરી છે.

શહેરના અટલાદરા વિસ્તારમાં રહેતા આરોગ્ય વિભાગના નિવૃત કર્મચારી અને તેમના પત્નીનું પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રનમાં મોત નિપજ્યું છે. દશરથભાઈ પટેલ અને મંજુલાબેન પટેલ જ્યારે પંડ્યા બ્રિજ પરથી પોતાના બાઈક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે જ પાછળથી આવેલા અજાણ્યા ટેન્કરચાલકે ટક્કર મારી. પતિ-પત્નીને ગંભીર ઈજા પહોંચતા બંનેના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા. આ અકસ્માત બાદ ટેન્કર સાથે ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલી અવધ ઉપવન સોસાયટીમાં રહેતા દશરથ પટેલ(ઉ.વ. 66) અને તેમના પત્ની મંજુલાબેન પટેલ (ઉ.વ.62) ગુરુવારે બપોરના સમયે બાઈક લઈને પંડ્યા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા.આ સમયે જ પાછળથી આવેલા અજાણ્યા ટેન્કરના ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારતા પતિ-પત્ની જમીન પર પટકાયા હતા. બંનેને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યા. ઘટનાસ્થળ પર લોહીના ખાબોચીયા ભરાઈ ગયા. ટ્રાફિકથી ધમધમતા પંડ્યા બ્રિજ પર અકસ્માત સર્જયા બાદ અજાણ્યો ટેન્કરનો ચાલક ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો. જો કે, ટેન્કર સીસીટીવીમાં કેદ થયું હોય પોલીસે નંબર મેળવી શોધખોળ હાથ ધરી છે.  મૃતક દંપતીને સંતાનમાં ત્રણ દીકરીઓ છે. જેમાં એક દીકરી અમેરિકા રહે છે. દશરથભાઈ આરોગ્ય વિભાગમાં નોકરી કરતા હતા હાલ નિવૃત છે. અકસ્માત સર્જનાર ચાલક સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઊઠી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img