અમદાવાદ, 22 નવેમ્બર,2026 : Sabarmati-Jaisalmer Express train will run from Palanpur-Marwar પશ્વિમ રેલવે દ્વારા રેલવે ટ્રેકના આધૂનિકરણની કામગીરી તથા ટ્રેકના ડબલિંગના કાર્યને લીધે સાબરમતી–જેસલમેર એક્સપ્રેસ ટ્રેનને આગામી 23 નવેમ્બરથી 20 ડિસેમ્બર, 2026 સુધી પરિવર્તિત માર્ગે દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ ટ્રેન મહેસાણા–ભીલડી–લૂણીને બદલે પરિવર્તિત માર્ગ વાયા મહેસાણા–પાલનપુર–મારવાડ જંક્શન–લૂણી થઈને દોડશે. આ ઉપરાંત અમદાવાદ અને બરૌની વચ્ચે વધુ એક સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે, આ સ્પેશિયલ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે. આ ટ્રેન 22 નવેમ્બરે બરૌનીથી રાત્રે 11 વાગ્યે ઉપડશે અને 24 નવેમ્બરે સવારે 10 વાગ્યે અમદાવાદ પહોંચશે.
ઉત્તર પશ્ચિમ રેલવેમાં ડબલિંગના કાર્યને કારણે સાબરમતી–જેસલમેર એક્સપ્રેસ ટ્રેનને આગામી 23 નવેમ્બરથી 20 ડિસેમ્બર, 2026 સુધી પરિવર્તિત માર્ગે દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ મહેસાણા–ભીલડી–લૂણીને બદલે પરિવર્તિત માર્ગ વાયા મહેસાણા–પાલનપુર–મારવાડ જંક્શન–લૂણી થઈને દોડશે. જ્યારે પ્રવાસીઓની સુવિધા માટે બરૌની–અમદાવાદ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. આ સ્પેશિયલ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે આ ટ્રેન 22 નવેમ્બરે બરૌનીથી રાત્રે 11 વાગ્યે ઉપડશે અને 24 નવેમ્બરે સવારે 10 વાગ્યે અમદાવાદ પહોંચશે. તેમજ પરત ફરતી વખતે આ ટ્રેન 24 નવેમ્બરે અમદાવાદથી બપોરે 1 વાગ્યે ઉપડશે અને 26 નવેમ્બરે રાત્રે 3 વાગ્યે બરૌની પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, વિદિશા, બીના, દમોહ, કટની મુડવારા, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિક્કી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, બક્સર, આરા, દાનાપુર, પાટલીપુત્ર, સોનપુર, હાજીપુર, મુઝફ્ફરપુર અને સમસ્તીપુર સ્ટેશનો પર રોકાશે. જ્યારે સાબરમતી–જેસલમેર ટ્રેન તેના નિર્ધારિત માર્ગ મહેસાણા–ભીલડી–લૂણીને બદલે પરિવર્તિત માર્ગ વાયા મહેસાણા–પાલનપુર–મારવાડ જંક્શન–લૂણી થઈને દોડશે.








