Homeગુજરાતીગુજરાતમુસદ્દા યાદી પ્રસિદ્ધઃ ગુજરાતમાં કૂલ 4,48,77, 288 મતદારો, 8.46 લાખ નવા નામો...

મુસદ્દા યાદી પ્રસિદ્ધઃ ગુજરાતમાં કૂલ 4,48,77, 288 મતદારો, 8.46 લાખ નવા નામો ઉમેરાયા

ગાંધીનગર, 28 નવેમ્બર, 2026 : Draft Voter List Published ગુજરાતમાં આગામી ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે દેશના ચૂંટણી પંચ દ્વારા SSR-2027 અંતર્ગત રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકોની એકીકૃત મુસદ્દા મતદાર યાદી શુક્રવારે પ્રસિદ્ધ કરવામાં આવી છે. નવી યાદી પ્રમાણે ગુજરાતમાં કુલ 4,48,77,288 મતદારો નોંધાયા છે. જેમાં 2,30,90,067 પુરુષ, 2,17,86,150 મહિલા અને 1,071 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. ગત આખરી મતદાર યાદીની સરખામણીએ એક વર્ષમાં 8,46,563 મતદારોનો ચોખ્ખો વધારો થયો છે. એટલે કે રાજ્યમાં મતદારોની સંખ્યામાં 1.92 ટકાનો વધારો નોંધાયો છે.

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર તા. ૦૧.૦૧.૨૦૨૭ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટો મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (Special Summary Revision – SSR) અંતર્ગત તૈયાર કરવામાં આવેલી ગુજરાત રાજ્યની એકીકૃત મુસદ્દા મતદાર યાદી (Integrated Draft Electoral Roll) તા. ૨૭.૧૧.૨૦૨૬ ના રોજ રાજ્યના તમામ ૧૮૨ વિધાનસભા મતવિભાગોમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે.  તમામ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને આ મતદાર યાદીની બે નકલો (એક હાર્ડ કોપી અને એક મતદારોના ફોટોગ્રાફ વગરની PDF સોફ્ટ કોપી) પૂરી પાડવામાં આવી છે. આ મુસદ્દા મતદાર યાદી મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતની સત્તાવાર વેબસાઇટ https://ceo.gujarat.gov.in. પર પણ ઉપલબ્ધ છે. મતદારો સંબંધિત મતદાર નોંધણી અધિકારી (ERO) ની કચેરીઓ અથવા નિયત મતદાન મથકોની મુલાકાત લઈને પણ મુસદ્દા મતદાર યાદી ચકાસી શકે છે અને પોતાની વિગતોની ખાતરી કરી શકે છે.

રાજ્યમાં અગાઉ તા. ૧૭.૦૨.૨૦૨૬ ના રોજ પ્રસિદ્ધ થયેલી આખરી મતદાર યાદી-૨૦૨૬માં નોંધાયેલા ૪,૪૦,૩૦,૭૨૫ મતદારોની સામે મુસદ્દા મતદાર યાદી-૨૦૨૭માં કુલ ૪,૪૮,૭૭,૨૮૮ મતદારો નોંધાયા છે, જે +૮,૪૬,૫૬૩ મતદારોનો (+૧.૯૨%) ચોખ્ખો વધારો દર્શાવે છે.  હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો તા. ૨૭.૧૧.૨૦૨૬ થી ૨૬.૧૨.૨૦૨૬ સુધીનો રહેશે. તમામ લાયકાત ધરાવતા નાગરિકો મુસદ્દા મતદાર યાદીમાં પોતાના નામ અને વિગતો ચકાસી તથા જરૂર જણાય ત્યાં નિયત સમયગાળા દરમિયાન યોગ્ય અરજી ફોર્મ રજૂ કરી શકે છે.

ચૂંટણી પંચ દ્વારા તા. ૦૧.૦૧.૨૦૨૭ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર તમામ લાયકાત ધરાવતા નાગરીકો અને ખાસ કરીને નવયુવાનોને મતદાર તરીકે નામ નોંધાવવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ, વર્ષ ૨૦૨૭ની આગામી ત્રણ લાયકાતની તારીખો એટલે કે તા. ૦૧.૦૪.૨૦૨૭, તા. ૦૧.૦૭.૨૦૨૭ અને તા. ૦૧.૧૦.૨૦૨૭ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર સંભવિત યુવા મતદારો પણ એડવાન્સ અરજી કરી શકશે.

મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત દ્વારા રાજ્યના તમામ લાયકાત ધરાવતા નાગરિકો ખાસ કરીને યુવા અને પ્રથમ વખતના મતદારો, ત્રીજી જાતિ (Transgender) નાગરિકો, દિવ્યાંગજનો, વરિષ્ઠ નાગરિકો તેમજ સમાજના અન્ય વંચિત વર્ગોને આ સુધારણા ઝુંબેશમાં સક્રિયપણે ભાગ લેવા અપીલ કરાઈ છે. દરેક નાગરિકે મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ છે તેની ખાતરી કરી મુસદ્દા મતદાર યાદીમાં કોઈ ક્ષતિ કે વિસંગતતા જણાય તો હક્ક-દાવા અને વાંધાના સમયગાળા દરમિયાન સંબંધિત ચૂંટણી સત્તાધિકારીઓના ધ્યાને મૂકી શકે છે. આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ તા.૧૮.૦૧.૨૦૨૭ ના રોજ કરવામાં આવશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img