Homeગુજરાતીગુજરાતએકતાનગર ખાતે રૂપિયા 900 કરોડના ખર્ચે બનશે 'ગુજરાત વંદના મ્યુઝિયમ'

એકતાનગર ખાતે રૂપિયા 900 કરોડના ખર્ચે બનશે ‘ગુજરાત વંદના મ્યુઝિયમ’

ગાંધીનગર, 28 નવેમ્બર, 2026 : ‘Gujarat Vandana Museum’  ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસ, સમૃદ્ધ વારસા અને વિકાસયાત્રાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવાના હેતુથી એકતાનગર ખાતે રૂ. 900 કરોડના ખર્ચે અત્યાધુનિક ‘ગુજરાત વંદના મ્યુઝિયમ’ તૈયાર કરવામાં આવશે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવતા આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનો મુખ્ય હેતુ રાજ્યના નાગરિકોમાં ગુજરાતના ઇતિહાસ માટે ગર્વની લાગણી જગાવી દેશ-વિદેશના પ્રવાસીઓને ગુજરાતની સંસ્કૃતિ અને ઇતિહાસથી માહિતગાર કરવાનું છે.

 આ મ્યુઝિયમના નિર્માણથી ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને પ્રવાસન ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થશે. ‘ગુજરાત વંદના મ્યુઝિયમ’ ગુજરાતની ભવ્ય ગાથા અને તેની વિકાસયાત્રાને અદ્ભુત રીતે ઉજાગર કરશે.

 આ ભવ્ય મ્યુઝિયમને મુલાકાતીઓ સરળ અને યાદગાર અનુભવ બનાવવાના હેતુથી કુલ સાત વિશેષ ગેલેરીઓમાં વહેંચવામાં આવ્યું છે. જેમાં ઓરિએન્ટેશન ગેલેરી, ઓડિટોરિયમ, ગૌરવ ગેલેરી, બાઉટીંફૂલ ગેલેરી, ઉત્સવ ગેલેરી, શિલ્પ ગેલેરી અને ગુજરાતનું ભવિષ્ય ગેલેરીનો સમાવેશ થાય છે. આ ગેલેરીઓ દ્વારા ગુજરાતની શૌર્ય ગાથા, સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન, મહાગુજરાત ચળવળ તેમજ રાજ્યની સ્વતંત્ર ઓળખને સુંદર રીતે આવરી લેવામાં આવશે.

 આ સંગ્રહાલયની સૌથી મોટી વિશેષતા તેમાં વપરાયેલી અત્યાધુનિક ટેકનોલોજી છે. મુલાકાતીઓને વાસ્તવિક અનુભવ કરાવવા માટે હોલોગ્રાફિક પ્રસ્તુતિઓ, અત્યાધુનિક ઉપકરણો, મોબાઈલ એપ્લિકેશન્સ તથા સ્માર્ટફોન સાથે સંકલિત ઇન્ટરએક્ટિવ પ્રોજેક્શનોનો સક્રિય ઉપયોગ કરવામાં આવ્યો છે.

 આ ઉપરાંત, મુલાકાતીઓ વધુ અસરકારક રીતે ગુજરાતના સમૃદ્ધ વારસાનો અનુભવ કરી શકે તે માટે AR-Augmented Reality અને VR-Virtual Reality આધારિત અદભુત અનુભવો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રવાસીઓ માટે અહીં એર-કન્ડિશન્ડ કેફેટેરિયા, ઓપન સ્પેસ, શાંતિપૂર્વક બેસીને વિચાર-મંથન કરી શકાય તેવી ખુલ્લી બેઠક વ્યવસ્થા તેમજ ક્લોકરૂમ જેવી તમામ આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img