1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગર રેલવે મંડળે 1 વર્ષમાં ટિકિટ વિના પ્રવાસીઓ પાસેથી 7.15 કરોડનો દંડ વસુલ્યો
ભાવનગર રેલવે મંડળે 1 વર્ષમાં ટિકિટ વિના પ્રવાસીઓ પાસેથી 7.15 કરોડનો દંડ વસુલ્યો

ભાવનગર રેલવે મંડળે 1 વર્ષમાં ટિકિટ વિના પ્રવાસીઓ પાસેથી 7.15 કરોડનો દંડ વસુલ્યો

0
Social Share

ભાવનગર, 14 એપ્રલ 2026: Fine of Rs 7.15 crore from ticketless passengers in 1 year ટ્રેનોમાં ટિકિટ વિના પ્રવાસ કરનારા સામે ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા ગત નાણાકિય વર્ષ દરમિયાન સમાયંતરે ચલાવેલી ઝૂંબેશ દરમિયાન એક લાખ જેટલા પ્રવાસીઓ વગર ટિકિટે પ્રવાસ કરતા પકડાયા હતા. અને દંડનિય કાર્યવાહી કરીને 7.15 કરોડનો દંડ વસુલવામાં આવ્યો હતો.

ભાવનગર રેલવે ડિવિઝનના સૂત્રોના જણાવ્યા મુજબ ગત નાણાંકીય વર્ષ 2025-26 દરમિયાન ટ્રેનોમાં બિનટિકિટ અને અનિયમિત મુસાફરી કરતા પ્રવાસીઓ સામે ભાવનગર રેલવેના વરિષ્ઠ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ સઘન ચેકિંગ અભિયાન ચલાવાયું હતું. જેના પરિણામ સ્વરૂપ ગત નાણાંકીય વર્ષ દરમિયાન 1.05.928 કેસોમાંથી 7.15 કરોડની આવક થઈ હતી. જે 2024-25ના નાણાંકીય વર્ષના 72.657  કેસમાંથી પ્રાપ્ત થયેલ 4.81 કરોડની રકમની સરખામણીએ 48.8 ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે.

 વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરી વ્યક્તિગત લક્ષ્યથી દંડની રકમ વધુ વસૂલ કરનાર પાંચ ટિકિટ ચેકીંગ સ્ટાફ એમ.ડી. મકવાણા (મુખ્ય વાણિજ્ય લિપિક-ગોંડલ), રાહુલ શર્મા (સીસીટીસી-વેરાવળ), પી.આર. ત્રિપાઠી (સીસીટીસી-બોટાદ), અશોક મુરાની (વાણિજ્ય અધિક્ષક-જૂનાગઢ) અને આર.એન. ગોહિલ (ઉપ મુખ્ય ટિકિટ નિરીક્ષક-ભાવનગર)ને અધિકારીઓની ઉપસ્થિતિમાં ડીઆરએમ દિનેશ વર્માના હસ્તે પ્રમાણપત્ર અને રોકડ રકમ આપી સન્માનિત કરાયા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code