1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નવસારી યાર્ડમાં કેસર કેરીની 600 મણની આવક, ભાવ 20 કિલોના 3130 બોલાયા
નવસારી યાર્ડમાં કેસર કેરીની 600 મણની આવક, ભાવ 20 કિલોના 3130 બોલાયા

નવસારી યાર્ડમાં કેસર કેરીની 600 મણની આવક, ભાવ 20 કિલોના 3130 બોલાયા

0
Social Share

નવસારી, 14 એપ્રલ 2026: Saffron mango revenue of 600 maan ઉનાળાની અસહ્ય ગરમી સાથે સ્વાદમાં સુમધુર ગણાતી કેસર કેરીની આવક શરૂ થઈ છે. શહેરના એપીએમસીમાં કેરીની હરાજીના શ્રીગણેશ થયા છે, પરંતુ આ વર્ષે કેરીના રસિકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હરાજીના પ્રથમ દિવસે જ કેસર કેરીના ભાવ મણ દીઠ 3130 સુધી પહોંચતા મધ્યમ વર્ગ માટે કેરી ખાવી મોંઘી સાબિત થશે. કુદરતી આપદા અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે આ વર્ષે કેરીના ઉત્પાદનને અસર થતા ભાવમાં વધારો થયો છે.

દક્ષિણ ગુજરાતના ફળ બજારનું હબ ગણાતા નવસારી એપીએમસીમાં ચાલુ વર્ષે કેરીની સિઝનનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. ગઈકાલે સોમવારે હરાજીના પ્રથમ દિવસે જ બજારમાં અંદાજે 600 મણ કેરીનો જથ્થો ઠલવાયો હતો. જોકે, આ વખતે બજારમાં આવક ઓછી હોવાથી ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે.  ખાસ કરીને કેસર કેરીના 20 કિલોના મણના ભાવ 3130 રૂપિયા સુધી બોલાયા હતા, જે છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીએ શરૂઆતી તબક્કે ખૂબ જ ઊંચા ગણાય. આ સિવાય હાફૂસના ભાવ 1830 થી 2260 રૂપિયા અને લંગડો કેરીના ભાવ 1270 રૂપિયાની આસપાસ રહ્યા હતા

નવસારી એપીએમસીના સેક્રેટરી દર્શન નાયકે જણાવ્યું હતું કે, કેરીનું ઉત્પાદન વર્ષ દર વર્ષે ચિંતાજનક રીતે ઘટી રહ્યું છે. ત્રણ વર્ષ પહેલાં જ્યાં 4 લાખ મણની આવક થતી હતી, ત્યાં આ વર્ષે માંડ 80 હજારથી 1 લાખ મણ કેરી આવે તેવી શક્યતા છે. આ વર્ષે શિયાળા અને ઉનાળાની ઋતુના મિશ્ર વાતાવરણને કારણે આંબાના મોર (ફૂલ) પર માઠી અસર પડી હતી. કુદરતી ચક્ર મુજબ પણ આ વર્ષે આંબા પર ફળનો ઉતારો ઓછો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે, જેને કૃષિની ભાષામાં ‘ઓફ યર’ જેવી સ્થિતિ કહી શકાય

દક્ષિણ ગુજરાતમાં કેરીના ઓછા ઉત્પાદન અને વધતી જતી મજૂરી તથા દવાઓના ખર્ચને કારણે ખેડૂતોને પણ પૂરતો ભાવ મળી રહ્યો નથી, જ્યારે બીજી તરફ સ્વાદશોખીનોએ મોંઘી કેરી ખરીદવા મજબૂર થવું પડશે. જો આગામી દિવસોમાં આવકમાં સુધારો નહીં થાય, તો મધ્યમ વર્ગના પરિવારો માટે આ વર્ષે કેરીનો સ્વાદ માત્ર સપનું બની રહે તેવી ભીતિ સેવાઈ રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code