1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના મેમનગરમાં સામ્રાજ્ય ફ્લેટ્સના પાર્કિંગમાં બોથડ પદાર્થ મારી વૃદ્ધની હત્યા
અમદાવાદના મેમનગરમાં સામ્રાજ્ય ફ્લેટ્સના પાર્કિંગમાં બોથડ પદાર્થ મારી વૃદ્ધની હત્યા

અમદાવાદના મેમનગરમાં સામ્રાજ્ય ફ્લેટ્સના પાર્કિંગમાં બોથડ પદાર્થ મારી વૃદ્ધની હત્યા

0
Social Share

અમદાવાદ, 22 એપ્રિલ 2026: Elderly man murdered in the parking lot of Samrajy Flats in Memnagar શહેરના મેમનગર વિસ્તારમાં આવેલા સામ્રાજ્ય ફ્લેટ્સના H બ્લોકના પાર્કિંગમાંથી આજે સવારે 55 વર્ષીય કાનજીભાઈ નામના વૃદ્ધનો મૃતદેહ મળતા રહિશોએ પોલીસને જાણ કરી હતી, કાનજીભાઈ નામના વૃદ્ધ મૂળ ગોધાવીના હતા અને છૂટક મજૂરી કામ કરીને કોમન પાર્કિંગમાં જ રહેતા હતા. જો કે પોલીસ તપાસમાં તેની હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. તેઓ 25 વર્ષથી સામ્રાજ્ય ટાવરમાં કામ કરતા હતા.

શહેરના મેમનગર વિસ્તારમાં આવેલા સામ્રાજ્ય ફ્લેટ્સમાં આજે વહેલી સવારે પાર્કિંગમાંથી એક વૃદ્ધનો લોહી-લૂહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકના માથાના ભાગે ગંભીર ઈજાના નિશાન હોવાથી પોલીસે હત્યાની આશંકા સાથે તપાસ તેજ કરી છે. સ્થાનિકો રહિશોના કહેવા મુજબ વૃદ્ધ કાનજીભાઈ છેલ્લા 30 વર્ષથી પાર્કિંગ એરીયામાં રહેતા હતા. અને રહીશોના વાહનો સાફ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. કાનજીભાઈ એટલા વર્ષોથી અહીં હળીમળી ગયા હતા કે તેઓ પોતાના પરિવાર સાથે જવા પણ તૈયાર નહોતા. આજે સવારે પોણા છ વાગ્યે સોસાયટીના એક રહીશને આ અંગે જાણ થઈ હતી. તેમણે નીચે આવીને જોયું તો કાનજીભાઈ લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. તુરંત જ સોસાયટીના ચેરમેન અને પોલીસને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા કાનજીભાઈને મૃત જાહેર કર્યા હતા.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. મૃતકના માથાના ભાગે તીક્ષ્ણ અથવા ભારે હથિયારથી ઈજા થઈ હોય તેવા નિશાન છે. પાર્કિંગમાં લોહીના ડાઘા જોવા મળ્યા છે, જે કોઈ સંઘર્ષ તરફ ઈશારો કરે છે. કોઈ અજાણ્યા શખ્સે અંગત અદાવત કે અન્ય કારણોસર તેમની હત્યા કરી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. પોલીસે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને સોસાયટીના CCTV ફૂટેજ તપાસવાની કાર્યવાહી શરૂ કરી છે. આ મોત પાછળનું સાચું કારણ ટૂંક સમયમાં બહાર આવે તેવી શક્યતા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code