1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતના વ્યાજખોરોના ત્રાસથી પરિવારનો સામુહિક આપઘાત, ત્રણના મોત, દીકરીનો બચાવ
સુરતના વ્યાજખોરોના ત્રાસથી પરિવારનો સામુહિક આપઘાત, ત્રણના મોત, દીકરીનો બચાવ

સુરતના વ્યાજખોરોના ત્રાસથી પરિવારનો સામુહિક આપઘાત, ત્રણના મોત, દીકરીનો બચાવ

0
Social Share

સુરત, 25 ફેબ્રુઆરી 2026: શહેરના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલી હેપી એલિગન્સ નામના એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં રહેતા પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.જેમાં પતિ, પત્ની અને એક માસૂમ દીકરીનું મોત નીપજ્યું છે, જ્યારે બીજી દીકરીનો આબાદ બચાવ થયો છે. આ બનાવમાં પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી છે. જેમાં વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલી હેપી એલિગન્સ નામના એપાર્ટમેન્ટસના એક ફ્લેટમાં રહેતા બાલમુકુન્દ પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ પરિવારે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પતિ-પત્ની અને એક માસૂમ દીકરી સહિત કુલ ત્રણ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે બીજી દીકરીનો આબાદ બચાવ થયો છે. મૃતક બાળકીઓની ઉંમર માત્ર 5થી 7 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસમાં ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં વૈભવ રુંગટા નામના શખ્સ દ્વારા રૂપિયા માટે આપવામાં આવતા ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે. હાલ વેસુ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ મૂળ બિહારના વતની અને છેલ્લા બે વર્ષથી ઘરે બેઠા શેરબજારનું કામ કરતા બાલમુકુન્દ નામના વ્યક્તિએ પોતાના પરિવારના ચાર સભ્યો સાથે ખેતરમાં નાખવાની ઝેરી દવા પીને સામૂહિક આત્મહત્યા કરી લીધી છે. પોલીસ તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી ત્રણ પાનાની એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં આ અંતિમ પગલું ભરવા પાછળના ગંભીર કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુસાઇડ નોટમાં કરાયેલા ઉલ્લેખ મુજબ, આરોપી વૈભવ રૂંગટાએ મૃતકની ગાડી અને ક્રેડિટ કાર્ડ પડાવી લીધા હતા અને તે કાર્ડથી બિનજરૂરી શોપિંગ પણ કરી હતી. આ માનસિક અને આર્થિક ત્રાસને કારણે પરિવારે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું મનાય છે. હાલમાં વેસુ પોલીસે આરોપી વૈભવ રૂંગટા વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code