1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં સુભાનપુરાના વર્ધમાન કોમ્પ્લેક્સમાં લાગેલી આગ પર કાબુ મોળવાયો
વડોદરામાં સુભાનપુરાના વર્ધમાન કોમ્પ્લેક્સમાં લાગેલી આગ પર કાબુ મોળવાયો

વડોદરામાં સુભાનપુરાના વર્ધમાન કોમ્પ્લેક્સમાં લાગેલી આગ પર કાબુ મોળવાયો

0
Social Share

 વડોદરા, 14 એપ્રલ 2026: Fire in Vardhaman Complex  શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા વર્ધમાન કોમ્પ્લેક્સના પ્રથમ માળે એક ઓફિસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગ્યાની જાણ થતા વાસણા ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના ધૂમાડાંને લીધે આગ લાગ્યાની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.

 આ બનાવની વિગત એવી છે કે, શહેરના હાઈટેન્શન રોડ પર આવેલા વર્ધમાન કોમ્પ્લેક્સના પ્રથમ માટે આવેલી એક ઓફિસમાં આગ લાગી હતી. ધુમાડાંના ગોટેગોટાં નીકળતા કોમ્પલેક્ષમાં હાજર તમામ લોકો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેથી છાણી ટીપી 13 અને વાસણા ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવીને ફાયર બ્રિગેડના જવાનોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સમગ્ર ઓફિસમાં ધુમાડો ફેલાઈ જતા ઓક્સિજન માસ્ક પહેરી ફાયર બ્રિગેડના જવાનોએ કુલિંગની કામગીરી કરી હતી.

આ અંગે સબ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડને વર્ધમાન કોમ્પ્લેક્સમાં આવેલી બેંકમાં આગ લાગી હોવાનો કોલ મળતા જ બે ફાયર સ્ટેશન ઘટના સ્થળે આવી હતી. આગ બુજાવી દીધી છે. કોઈ જાનહાનિ થઈ નથી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code