1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત હાઈકોર્ટને ફરીવાર બોમ્બની ધમકીનો ઈમેઈલ મળ્યો, પોલીસે સર્ચ કર્યુ, કંઈ ન મળ્યું
ગુજરાત હાઈકોર્ટને ફરીવાર બોમ્બની ધમકીનો ઈમેઈલ મળ્યો, પોલીસે સર્ચ કર્યુ, કંઈ ન મળ્યું

ગુજરાત હાઈકોર્ટને ફરીવાર બોમ્બની ધમકીનો ઈમેઈલ મળ્યો, પોલીસે સર્ચ કર્યુ, કંઈ ન મળ્યું

0
Social Share
  • પોલીસ કસ્ટડીમાં રહેલી યુવતીના મેઇલ પરથી હાઈકોર્ટમાં બોમ્બની ધમકી,
  • મેઇલ શિડ્યુલ કર્યાની પોલીસને આશંકા,
  • પોલીસે કરેલા સર્ચ ઓપરેશનમાં કશું જ ન મળ્યું

 અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલ દ્વારા ધમકી મળતા પોલીસ કાફલો દોડી ગયો હતો. અને કોર્ટના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી હતી. બોમ્બ સ્ક્વૉડ સહિતની ટીમ હાઈકોર્ટ સંકુલમાં પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ જોકે. તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. બીજીબાજુ ઈ-મેઈલ મોકલનારાની પોલીસે તપાસ હાથ ધરી છે. બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારા આરોપીની અમદાવાદની સાયબર ક્રાઈમ બ્રાન્ચે તાજેતરમાં જ ચેન્નઈથી ધરપકડ કરવામાં આવી છે. જેની ઓળખ રેની જોસિલ્ડા તરીકે થઈ છે. ટેક્નિકલ સર્વેલન્સ અને ડિજિટલ ફોરેન્સિકની તપાસ માધ્યમથી આરોપી રેની જોસિલ્ડાને તમિલનાડુના ચેન્નઈમાંથી ટ્રેસ કરવામાં સફળતા મળી હતી. આજે હાઈકોર્ટમાં જે મેઈલ મળ્યો તે પણ આ જ આરોપી દ્વારા કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, પોલીસ દ્વારા આ વિશે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

દેશભરમાં છેલ્લા ઘણા સમયથી અજાણ્યા ઈ-મેઇલ દ્વારા કોઈને કોઈ જાહેર જગ્યાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મોકલી લોકોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવી જ એક ઘટના છેલ્લાં બે દિવસથી વડોદરામાંથી સામે આવી રહી છે. જેમાં શાળાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી. જોકે, હવે ફરી ગુજરાત હાઈકોર્ટેને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હોવાની માહિતી સામે આવી છે. આ પહેલાં 9 જૂને પણ ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી.

મળતી માહિતી મુજબ, ગુજરાત હાઈકોર્ટને આજે મંગળવારે બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. ધમકી મળતાની સાથે તંત્ર એલર્ટ થઈ ગયું છે. બોમ્બ સ્ક્વૉડ સહિતની ટીમ હાઈકોર્ટ સંકુલમાં પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. સર્ચ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. આજે મંગળવારે સવારે 7:55 વાગ્યે ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના અધિકારીઓ (સીપીસી અને રજિસ્ટ્રાર જનરલ)ને રેની જોશીલદા (ઈ-મેઇલ: renee_joshilda@hotmail.com) તરફથી તેમના ઈ-મેઇલ આઈડી cpc-guj@aij.gov.in અને rg-hi-guj@nic.in પર એક ઈ-મેઇલ મળ્યો હતો. ઈ-મેઇલમાં ધમકી આપવામાં આવી હતી કે, ગુજરાત કોર્ટ કોમ્પ્લેક્સ પરિસરમાં 3 RDX આધારિત IED મૂકવામાં આવ્યા છે અને એક VIPને નિશાનો બનાવવામાં આવશે. ગુજરાત રાજ્યના તમામ કોર્ટ સંકુલમાં IED મૂકવામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે ગાંધીનગર પોલીસ કંટ્રોલ રૂમને તમામ કોર્ટ પરિસરમાં તેમજ ખાસ કરીને તમામ જિલ્લા સ્તરની કોર્ટમાં AS તપાસની કામગીરી સોંપી છે. જોકે, ચીફ જસ્ટિસે આ વખતે ગઈ વખતની જેમ કોર્ટ ખાલી કરવાનો ઈનકાર કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સોમવારે ગુજરાત સહિત  દેશના 11 રાજ્યોમાં શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, અને પબ્લિક સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારા આરોપીની અમદાવાદની સાયબર ક્રાઈમ બ્રાન્ચે ચેન્નઈમાંથી ધરપકડ કરી હતી. જેની ઓળખ રેની જોસિલ્ડા તરીકે થઈ છે. ટેક્નિકલ સર્વેલન્સ અને ડિજિટલ ફોરેન્સિકની તપાસ માધ્યમથી આરોપી રેની જોસિલ્ડાને તમિલનાડુના ચેન્નઈમાંથી ટ્રેસ કરવામાં સફળતા મળી હતી. આજે હાઈકોર્ટમાં જે મેઈલ મળ્યો તે પણ આ જ આરોપી દ્વારા કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, પોલીસ દ્વારા આ વિશે કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ જ આરોપી દ્વારા મેઇલ શેડ્યૂલ કરવામાં આવ્યા હોય શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code