
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અને ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ગિરીરાજ સિંહએ ઈન્ડી ગઠબંધન ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. બેગુસરાયમાં પત્રકારો સમક્ષ તેમણે જણાવ્યું હતું કે, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી મુસ્લિમ વોટ બેંક ઉપર નિર્ભર છે. તેમની સરકાર બનશે તેઓ બિહાર અને ઉત્તરપ્રદેશમાં શુક્રવારને રજા જાહેર કરી દેશે. તેમજ દેશમાં રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવની સરકાર બનશે તો તેઓ ભારતને પાકિસ્તાન અને બાંગ્લાદેશ બનાવી દેશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઈ હિન્દુએ મંગળવારે હનુમાનજી, સોમવારે મહાદેવજી તથા અન્ય દેવી દેવતાઓની પુજા થાય ત્યારે તેમને રજા આપવી જોઈએ. પરંતુ વોટ બેંકની રાજનીતિ કરનાર રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધી મુસ્લિમોના રક્ષણના નામે રાજનીતિ કરવાની સાથે તેમની વાતો ઉપર અમલ કરે છે. કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ભારતમાં એક દેશ અને કાયદો ચાલશે. તેમણે અસમના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા અને અસમ વિધાનસભાને અભિનંદન આપતા કહ્યું હતું કે, અસમ સરકાર દ્વારા એક દેશ એક કાયદનો અમલ થઈ રહ્યો છે.
દેશમાં ચાલુ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપને પરાસ્ત કરવા માટે વિપક્ષ દ્વારા કોંગ્રેસની આગેવાનીમાં ઈન્ડી ગઠબંધન બનાવ્યું હતું. લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ઈન્ડી ગઠબંધનને સારો દેખાવ કર્યો હતો. તેમજ આગામી દિવસોમાં વિવિધ રાજ્યોમાં યોજનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપાને સત્તાથી દૂર રાખવા માટે ઈન્ડી ગઠબંધન હેઠલ ચૂંટણી લડે તેવી શકયતાઓ રાજકીય તજજ્ઞો માની રહ્યાં છે.