ભારતે મેલેરિયાના કેસો અને સંબંધિત મૃત્યુદર ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ કરી: WHO
નવી દિલ્હીઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ કહ્યું છે કે ભારતે મેલેરિયાના કેસ અને તેનાથી સંબંધિત મૃત્યુદર ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. વર્ષ 2024 માટે હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વર્લ્ડ મેલેરિયા રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યુકે સંસદ સંકુલમાં આ અઠવાડિયે મળેલી બેઠકમાં તમામ હિતધારકોએ અહેવાલના તારણોની ચર્ચા કરી હતી. આ મીટીંગે ભારતના સામુદાયિક આરોગ્ય કર્મચારીઓની, ખાસ કરીને મહિલાઓની પ્રશંસા કરી, જેઓ દૂરના વિસ્તારોમાં મેલેરિયા ઘટાડવા માટે અસરકારક રીતે કામ કરી રહ્યા છે.
રિપોર્ટ અનુસાર, દેશભરમાં મેલેરિયાના કેસોની અંદાજિત સંખ્યા 2017માં 64 લાખથી ઘટીને વર્ષ 2023માં 20 લાખ થઈ ગઈ છે. દેશમાં મેલેરિયાના કારણે અંદાજિત મૃત્યુઆંક 11 હજાર હતો, જે ઘટીને 3500 પર આવી ગયો છે. મૃત્યુદરમાં 68 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે.
tags:
Aajna Samachar Breaking News Gujarati Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar india Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS Malaria cases mortality Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates Popular News progress reduce Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar significant Taja Samachar viral news who