1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ જિલ્લામાં પશુ ગણતરીમાં માત્ર 43 ગધેડા નોંધાયા, ગદર્ભની વસતીમાં ઘટાડો
રાજકોટ જિલ્લામાં પશુ ગણતરીમાં માત્ર 43 ગધેડા નોંધાયા, ગદર્ભની વસતીમાં ઘટાડો

રાજકોટ જિલ્લામાં પશુ ગણતરીમાં માત્ર 43 ગધેડા નોંધાયા, ગદર્ભની વસતીમાં ઘટાડો

0
Social Share

રાજકોટ, 22 મે, 2026 : Only 43 donkeys recorded in animal census in Rajkot district  જિલ્લામાં પશુઓની ગણતરી પૂર્ણ થયા બાદ પશુઓની વસતીના જે આંકડા સામે આવ્યા છે. એમાં જિલ્લામાં ગધેડાની વસતીમાં મોટો ઘટાડો નોંધાયો છે. ગણતરી મુજબ સમગ્ર જિલ્લામાં માત્ર 43 ગધેડા નોંધાયા છે, જેમાંથી 30 ગધેડા માત્ર ધોરાજી તાલુકામાં છે. જ્યારે જામકંડોરણા, ઉપલેટા, ગોંડલ અને પડધરી જેવા મોટા તાલુકાઓ તો ગધેડા મુક્ત બની ગયા છે. પશુપાલન ક્ષેત્રના જાણકારો કહે છે કે ગધેડા પાલન એક સમયે ગરીબ અને પરંપરાગત પરિવારો માટે રોજગારનું સાધન હતું. પરંતુ આધુનિક સમયમાં આ કામમાં આવક ઓછી અને ખર્ચ વધુ હોવાથી લોકો અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા છે.

વર્ષો પહેલા ગામડાંઓ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ઈંટ-માટી, રેતી, બાંધકામની સામગ્રી અને નાના માલસામાનની હેરફેર માટે ગધેડાનો ઉપયોગ કરાતો હતો. હવે ડિજિટલ અને યાંત્રિક યુગના આગમન સાથે ગધેડાની વસતીમાં ઘટોડો થયો છે. સમગ્ર રાજકોટ જિલ્લાના પશુ ગણતરીના આંકડાએ ચિંતા જગાવી છે. સરકારી ચોપડે ગધેડાની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી એટલે કે માત્ર 43 જ રહી ગઈ છે, જ્યારે જામકંડોરણા, ઉપલેટા, ગોંડલ અને પડધરી જેવા મોટા તાલુકાઓ ગધેડાની સંખ્યા શુન્ય થઈ છે. સમગ્ર જિલ્લામાં માત્ર 43 ગધેડા નોંધાયા છે, માત્ર ગધેડા જ નહીં, ઊંટ, સહિત પશુઓની સંખ્યા પણ સતત ઘટતી જોવા મળી રહી છે.

પશુપાલન ક્ષેત્રના જાણકારો કહે છે કે ગધેડા પાલન એક સમયે ગરીબ અને પરંપરાગત પરિવારો માટે રોજગારનું સાધન હતું. પરંતુ આધુનિક સમયમાં આ કામમાં આવક ઓછી અને ખર્ચ વધુ હોવાથી લોકો અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા છે. બીજી તરફ શહેરોમાં વધતી શહેરીકરણની પ્રક્રિયા અને ખુલ્લી જગ્યાઓમાં ઘટાડો પણ પશુઓની સંખ્યા ઘટાડવાનું એક મોટું કારણ બની રહ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code