1. Home
  2. ગુજરાતી
  3. ભારતના વિરોધ વચ્ચે પાકિસ્તાનને ચીન-રશિયાના સમર્થન છતા બ્રિક્સમાં ન મળ્યું સ્થાન
ભારતના વિરોધ વચ્ચે પાકિસ્તાનને ચીન-રશિયાના સમર્થન છતા બ્રિક્સમાં ન મળ્યું સ્થાન

ભારતના વિરોધ વચ્ચે પાકિસ્તાનને ચીન-રશિયાના સમર્થન છતા બ્રિક્સમાં ન મળ્યું સ્થાન

0
Social Share

નવી દિલ્હીઃ બ્રિક્સમાં સભ્યપદ મેળવવાની આશા રાખનાર પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. ભારતના વિરોધના કારણે પાકિસ્તાનનું બ્રિક્સના સભ્યપદ સ્વપ્ન તુટ્યું છે, એટલું જ નહીં તેને ભાગીદાર દેશોની યાદીમાં પણ સ્થાન મળ્યું નહીં હોવાનું જાણવા મળે છે. દરમિયાન, તુર્કીએ બ્રિક્સ ભાગીદાર દેશોની યાદીમાં પોતાનો સમાવેશ કરીને નોંધપાત્ર લાભ મેળવ્યો છે.

રશિયાએ તાજેતરમાં 13 નવા ભાગીદાર દેશોની જાહેરાત કરી હતી. આ દેશોમાં અલ્જેરિયા, બેલારુસ, બોલિવિયા, ક્યુબા, ઈન્ડોનેશિયા, કઝાકિસ્તાન, મલેશિયા, થાઈલેન્ડ, તુર્કી, યુગાન્ડા, નાઈજીરીયા, ઉઝબેકિસ્તાન અને વિયેતનામનો સમાવેશ થાય છે. આ દેશો 1 જાન્યુઆરી, 2025થી બ્રિક્સના ભાગીદાર દેશો બની જશે. ચીન અને રશિયાના સમર્થનથી બ્રિક્સમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલું પાકિસ્તાન આ યાદીમાં પોતાનું સ્થાન બનાવવામાં નિષ્ફળ રહ્યું છે.

એવું માનવામાં આવે છે કે કાશ્મીર મુદ્દે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનના વલણમાં બદલાવના કારણે ભારતે તુર્કીના દાવાનો વિરોધ કર્યો નથી. બીજી તરફ, ભારતના કડક વલણને કારણે બ્રિક્સમાં સામેલ થવાના પાકિસ્તાનના પ્રયાસો નિષ્ફળ ગયા છે. તુર્કીની સફળતા રાજદ્વારી સુગમતા અને વ્યૂહરચનાના મહત્વનું ઉદાહરણ છે. પાકિસ્તાને હવે તેના રાજદ્વારી પ્રયાસો પર પુનર્વિચાર કરવો પડશે.

પાકિસ્તાનની આ નિષ્ફળતાની તેના જ દેશમાં આકરી ટીકા થઈ રહી છે. વિદેશી બાબતોના નિષ્ણાત મરિયાના બાબરે તેને પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની “સંપૂર્ણ નિષ્ફળતા” ગણાવી હતી. તેમણે કહ્યું કે નાઈજીરિયા જેવા દેશે પણ પાકિસ્તાન કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું અને બ્રિક્સ પાર્ટનર દેશ બન્યો.

બ્રિક્સના નવા સભ્ય દેશોને સામેલ કરવા માટે તમામ સ્થાપક સભ્યોની સંમતિ જરૂરી છે. ભારતે પાકિસ્તાનના દાવાનો જોરદાર વિરોધ કર્યો હતો, જેના કારણે તેના માટે દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. બીજી તરફ ચીન અને રશિયાએ પાકિસ્તાનને સમર્થન આપવાનો પ્રયાસ કર્યો હતો. નિષ્ણાતોનું માનવું છે કે બ્રિક્સમાં સામેલ થવાથી પાકિસ્તાનને આર્થિક અને રાજદ્વારી લાભ મળી શક્યા હોત. જોકે, ભારતના કડક વલણ અને પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની નબળી રણનીતિએ તેને આ તકથી વંચિત રાખ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code