1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજબિલના બાકી નાણાની માટે PGVCLની ઝૂંબેશ
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજબિલના બાકી નાણાની માટે PGVCLની ઝૂંબેશ

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજબિલના બાકી નાણાની માટે PGVCLની ઝૂંબેશ

0
Social Share

જામનગર, 26 માર્ચ 2026: PGVCL’s campaign for electricity bill arrears સૌરાષ્ટ્રમાં પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા બાકી વીજ બિલોની વસુલાત માટે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાકી વીજ બિલની વસૂલાત માટે વીજ જોડાણ કટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. કુલ 148.28 લાખની બાકી વસૂલાત અન્વયે 3894 વીજ જોડાણ કટ કરવામાં આવ્યા છે. હજુ પણ આગામી દિવસોમાં આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

પીજીવીસીએલ-જામનગર વર્તુળ કચેરી હેઠળના જામનગર જિલ્લા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના વીજ ગ્રાહકોની નાણાકીય વર્ષ 2025-26 ના ફેબ્રુઆરી-2026 દરમિયાન વીજ બીલ પેટે માતબર રકમ બાકી હોય જેથી બાકી બીલની રકમ વાળા ગ્રાહકો સામે ચાલુ માસમાં જ નાણાની વસૂલાત કરવા માટે ખૂબ જ કડકાઇથી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.  બન્ને જિલ્લામાં વીજજોડાણો કાપવા માટે ગઈકાલે 342 થી વધુ ટીમો બનાવી મીટર તથા સર્વિસ કે જરૂર પડ્યે ટીસી ઉતારી લેવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, અને જે અંતર્ગત ગઈકાલે 3894 વીજ જોડાણ કટ કરવામાં આવ્યા હતા. જ્યારે 2601 ગ્રાહકો દ્વારા વીજ બીલના રૂ.152.61 લાખની રકમ જોડાણ કટ થાય તે પહેલા જ ભરપાઈ કરી આપવામાં આવી હતી.

 આમ કુલ 6495 ગ્રાહકોની રૂ.300.89 લાખની વસૂલાત માટે ગઈકાલે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જ્યારે 1025 વીજ ગ્રાહકોએ પોતાના જોડાણ કટ થયા પછી રૂ.37.42 લાખની બિલની રકમ ભરપાઇ કરી આપતા તેમના જોડાણો પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code