1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં આજે સવારના 4 કલાકમાં 94 તાલુકામાં પડ્યો વરસાદ, 5 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં આજે સવારના 4 કલાકમાં 94 તાલુકામાં પડ્યો વરસાદ, 5 જિલ્લામાં રેડ એલર્ટ

ગુજરાતમાં આજે સવારના 4 કલાકમાં 94 તાલુકામાં પડ્યો વરસાદ, 5 જિલ્લામાં રેડ એલર્ટ

0
Social Share

અમદાવાદ, 7 જુલાઈ 2026 : Rain lashed 94 talukas in a span of four hours this morning ગુજરાતમાં વરસાદી માહોલ જામતો જાય છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 94 તાલુકામાં વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં આ લખાય છે ત્યારે પણ વરસાદ પડી રહ્યાના વાવડ મળ્યા છે. આજે સવારથી 4 કલાકમાં ડાંગના સુબીરમાં સાડા ચાર ઈંચ, સુરતના કમરેજમાં સાડા ત્રણ ઈંચથી વધુ, તેમજ તાપીના વાલોદ, સુરતના બારડોલી, તાપીના વ્યારા. ડોલવણ સહિત બેથી ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે આજે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 225 તાલુકામાં વરસાદ પડ્યો હતો, આજે ભારે વરસાદની આગાહીને લીધે સુરત અને નવસારી જિલ્લામાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગના કહેવા મુજબ ગુજરાત પર એક સાથે પાંચ શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ જમાવટ કરી છે. છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વલસાડના વાપીમાં સાડા આઠ ઇંચ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર થયો છે. સુરતના કામરેજમાં સાડા છ ઇંચ અને સુરત શહેરમાં 5 ઇંચ ધોધમાર વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા અને શહેરીજનો પરેશાન થયા હતા. નવસારીમાં ભારે વરસાદથી કોઝવે અને અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ જતાં જિલ્લાના 26 મુખ્ય રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવા પડ્યા છે. જેમાં સૌથી વધુ નવસારી તાલુકામાં 13, જલાલપોર અને ગણદેવીમાં 5-5 તેમજ ચીખલી, ખેરગામ અને વાંસદામાં 1-1 રસ્તો બંધ થતાં વાહનવ્યવહાર ખોરવાયો છે.

આજે સવારે 6થી 10 વાગ્યા સુધીના માત્ર 4 કલાકમાં જ રાજ્યના 94 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેમાં સૌથી વધુ ડાંગના સુબીરમાં સાડા ચાર ઈંચ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે મંગળવારે પણ રાજ્યના 5 જિલ્લામાં અતિ ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ આપવામાં આવ્યું છે. જ્યારે અન્ય 3 જિલ્લામાં ભારે  વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જોકે આશ્ચર્યજનક રીતે, 7 જુલાઈ આવી ગઈ હોવા છતાં રાજ્યના 8 તાલુકા એવા છે, જ્યાં હજી સુધી મોસમનો એક પણ વરસાદ પડ્યો નથી, જેમાં 6 તાલુકા એકલા કચ્છ જિલ્લાના છે.

સુરત શહેરમાં આજે સવારથી જ ધોધમાર વરસાજ વરસી રહ્યો છે. પર્વત પાટિયા વિસ્તારમાં ભારે પાણીનો ભરાવો થયો છે અને રોડ-રસ્તા જાણે બેટમાં ફરવાયા હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યાં છે. બીજી તરફ, જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની કરાયેલી આગાહીને પગલે સુરત મહાનગરપાલિકા (SMC) અને નગરપાલિકા વિસ્તારની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ આંગણવાડીઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી સંપૂર્ણ રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની શાળાઓ માટે સ્થાનિક પરિસ્થિતિ અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને રજા રાખવી કે નહીં તેનો અંતિમ નિર્ણય જે-તે શાળાના આચાર્યોને સોંપવામાં આવ્યો છે.

અમરેલી જિલ્લાના 10માંથી 7 મોટા જળાશયો ઓવરફ્લો થયા છે. આ ભારે પાણીની આવકને કારણે મોડીરાત્રે ઠેબી ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જોકે મેઘરાજાએ વિરામ લેતાં હાલ ડેમના 3 દરવાજા 2 ફૂટ સુધી ખુલ્લા રાખવામાં આવ્યા છે. ડેમમાંથી સતત થઈ રહેલા પાણીના ડિસ્ચાર્જને પગલે અમરેલી, ફતેપુર, પ્રતાપગઢ અને ચાપાથળ સહિતના ગામોને હાઈએલર્ટ કરી નદી કિનારે ન જવા કડક સૂચના આપવામાં આવી છે.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code