1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં આજે બપોર સુધીમાં 58 તાલુકામાં પડ્યો વરસાદ, નવસારીમાં 3.66 ઈંચ
ગુજરાતમાં આજે બપોર સુધીમાં 58 તાલુકામાં પડ્યો વરસાદ, નવસારીમાં 3.66 ઈંચ

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 58 તાલુકામાં પડ્યો વરસાદ, નવસારીમાં 3.66 ઈંચ

0
Social Share

અમદાવાદ, 30 જુન, 2026 : 58 talukas received rain till this afternoon રાજ્યમાં લાંબી પ્રતિક્ષા બાદ મેઘરાજાનું ધીમા પગલે આગમન થયું છે. આજે સવારના 6 વાગ્યાથી બપોર સુધીમાં 58 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં નવસારીમાં 3.66 ઈંચ, આણંદના પેટલાદમાં 3 ઈંચ, સુરતના કામરેજમાં 2.36 ઈંચ, સુરત શહેરમાં 2.32 ઈંચ, વલસાડના ધરમપુરમાં 1.69 ઈંચ, પલસાણા અને ઓલપાડમાં દોઢ ઈંચ તેમજ ગીર સોમનાથના ઊનામાં પણ દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. રાજ્યના 11 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.  દરમિયાન હવામાન વિભાગના કહેવા મુજબ રાજ્યમાં આગામી 2 દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વધુ કેટલાક ભાગોમાં આગળ વધશે. ત્યારબાદના 2-3 દિવસમાં તે બાકીના સમગ્ર ગુજરાતને આવરી લેશે. આ સાથે જ, 02 જુલાઈથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થવાની સંભાવના છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. સવારના 6થી 2 વાગ્યા સુધીમાં 53 તાલુકામાં વરસાદે જમાવટ કરી છે. સૌથી વધુ નવસારી શહેરમાં 3.66 ઈંચ વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની વાજતે ગાજતે પધરામણી થતાં ખેડૂતોને રાહત થઈ છે.  સુરતમાં લાંબી રાહ જોયા બાદ મોડીરાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદે પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. શહેરના કતારગામ, ઉધના-નવસારી રોડ અને પર્વત પાટિયા જેવા અનેક વિસ્તારો જળમગ્ન બન્યા હતા, જેના કારણે રસ્તાઓ પર વાહનો બંધ થતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અમરોલી પોલીસ સ્ટેશન આસપાસના ઘરો સુધી પાણી પહોંચી ગયા છે, વરાછાની ઈશ્વર કૃપા સોસાયટીમાં ઝાડ પડવાની ઘટના બની છે, તેમજ ભીમનગર ગરનાળામાં ગટરના ગંદા પાણી ઉભરાઈને અંડરપાસ સ્વિમિંગ પૂલ બનતા ઉધનાથી સચિન તરફ જતો મુખ્ય માર્ગ કલાકો સુધી ટ્રાફિકજામમાં અટવાયો હતો. ભારે વરસાદના કારણે શૈક્ષણિક સંસ્થાઓ પર પણ માઠી અસર પડી છે. વેસુની ભગવાન મહાવીર યુનિવર્સિટી કેમ્પસના વર્ગખંડો અને મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

રાજ્યમાં વરસાદી માહોલ સર્જાવા પાછળ અનેક હવામાન પરિબળો સક્રિય થયા છે. હાલ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. અગાઉ પાકિસ્તાન અને રાજસ્થાન તરફ રહેલી આ સિસ્ટમ હવે પંજાબ તરફ આગળ વધી છે. રાજસ્થાનથી ઓડિસ્સા સુધી ટ્રફ લાઈન કાર્યરત છે, જ્યારે મધ્ય પ્રદેશથી અરબી સમુદ્ર સુધીનો ટ્રફ મહારાષ્ટ્ર તરફ ખસ્યો છે. આ તમામ સિસ્ટમની અસરથી ગુજરાત અને કચ્છમાં વરસાદની પૂરેપૂરી શક્યતા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code