1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કાંકરેજના ઉંબરી-મુડેઠા રોડ પર કેનાલના બ્રિજ પર સળિયા દેખાયા
કાંકરેજના ઉંબરી-મુડેઠા રોડ પર કેનાલના બ્રિજ પર સળિયા દેખાયા

કાંકરેજના ઉંબરી-મુડેઠા રોડ પર કેનાલના બ્રિજ પર સળિયા દેખાયા

0
Social Share

કાંકરેજ, 30 જુન, 2026 : Rods were seen on the canal bridge on Umbri-Mudetha road

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉંબરી મુડેઠા રોડ પર આવેલા બુકોલી નજીક સુજલામ સુફલામ કેનાલના નાળામાં બે મોટા ગાબડા પડ્યા છે. આ ગાબડાને કારણે નાળા પર બનેલા પુલના સળિયા દેખાઈ રહ્યા છે, બ્રિજ પર ખૂલ્લા સળિયા જોઈને વાહનચાલકો ભય અનુભવી રહ્યા છે. આ રોડ પરથી લોડિંગ ડમ્પરો સહિત હજારો વાહનોની સતત અવરજવર રહે છે. નાળામાં પડેલા ગાબડાને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે, ખાસ કરીને રાત્રિના સમયે જોખમ વધુ રહે છે. સ્થાનિક લોકોએ  વાહનચાલકોની સુરક્ષા માટે તેમણે બાવળના ઝાડનો ઉપયોગ કરીને કામચલાઉ બેરીકેટ મૂક્યા હતા.

કાંકરેજ તાલુકાના ઉંબરી મુડેઠા રોડ પર આવેલા બુકોલી નજીક સુજલામ સુફલામ કેનાલના નાળામાં બે મોટા ગાબડા પડ્યા છે. આ ગાબડાને કારણે પુલ પરના સળિયા દેખાઈ રહ્યા છે. આ રોડ પરથી લોડિંગ ડમ્પરો સહિત હજારો વાહનોની સતત અવરજવર રહે છે. નાળામાં પડેલા ગાબડાને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ વાહનચાલકોને સાવચેત કરવામાં આવ્યા છે. સ્થાનિકો દ્વારા તંત્ર પાસે તાત્કાલિક ધોરણે આ નાળાનું નિરીક્ષણ કરી ગુણવત્તાયુક્ત સમારકામ કરવાની માંગ કરવામાં આવી છે. તેમની માંગ છે કે, લોડિંગ વાહનોની અવરજવરને કારણે આ નાળું વધુ જોખમી સાબિત થઈ શકે છે, તેથી અગમચેતીના પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code