Homeગુજરાતીગુજરાતનવું સમૃદ્ધ અને સશકત ભારત બનાવવાનું સ્વપ્ન સરદાર સાહેબે આપ્યુ હતુઃ અશ્વિની...

નવું સમૃદ્ધ અને સશકત ભારત બનાવવાનું સ્વપ્ન સરદાર સાહેબે આપ્યુ હતુઃ અશ્વિની વૈષ્ણવ

કેવડિયા-એકતાનગર, 23 સપ્ટેમ્બર,2026 : Sardar had given the dream of creating a new prosperous and strong India  સરદાર વલ્લભભાઈ પટેલના સાનિધ્યમાં આયોજિત રાષ્ટ્રીય ફિલ્મ પુરષ્કારમાં ભાગ લેવા એકતા નગર પહોંચેલા  કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને રેલવે મંત્રીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન  વૈષ્ણવે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરીની મુલાકાત લઈ ત્યાંથી નર્મદા નદી, સાતપુડા અને વિંધ્યાચલની ગિરિમાળાઓ તેમજ સરદાર સરોવર નર્મદા ડેમના મનોરમ્ય દ્રશ્યો નિહાળ્યા હતા.  આ દરમિયાન તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા એકતા નગરના વિવિધ પ્રવાસન સ્થળોના વ્યવસ્થાપન અને સુવિધાઓ અંગે પણ માહિતી મેળવી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત અંગે નોંધપોથીમાં પોતાના પ્રતિભાવમાં  વૈષ્ણવે જણાવ્યું હતું કે, આજે ભારતનું જે રાજનીતિક સ્વરૂપ છે, તે સરદાર સાહેબના પ્રયાસોના કારણે છે, લોખંડી પુરુષ ના અથાક પરિશ્રમ, દૂરંદેશી વિચાર અને નિર્ણાયક નિતીઓથી 1947માં તમામ અંતરાયોને પાર થયા, હજારો વર્ષોની આપણી સભ્યતામાં જે વિકાર આવ્યો હતો તેને દૂર કરીને એક નવું સમૃદ્ધ ભારત, સશકત ભારત બનાવવાનું સ્વપ્ન સરદાર સાહેબે આપણને આપ્યું. આજની પેઢીનું દાયિત્વ છે કે આપણે ભારતને વિકસિત ભારત બનાવીયે, આ જવાબદારીની શિખ સાથે સરદાર સાહેબને શત શત વંદન.

આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના ચેરમેન અને નર્મદા નિગમના અધ્યક્ષ અને વહીવટી સંચાલક  મુકેશ પૂરીએ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને સ્મૃતિચિહ્ન તથા ફોટોગ્રાફ અર્પણ કરી તેમનું સન્માન કર્યું હતું અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા એકતા નગરના વિવિધ પ્રવાસન પ્રકલ્પો અંગે જરૂરી માહિતી પૂરી પાડી હતી, મંત્રીશ્રીની મુલાકાત વેળાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી  અમિત અરોરા,નાયબ વન સંરક્ષક  પ્રસાદ રવિ રાધાકૃષ્ણ  સહિતના અધિકારીઓ જોડાયા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular