
નવી દિલ્હીઃ મણિપુરમાં હાલ પરિસ્થિતિ કાબુમાં છે, બીજી તરફ ફરીથી હિંસાની ઘટના ના બને અને શાંતિ જળવાય રહે તે માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પેટ્રોલીંગ સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન સુરક્ષા દળોએ વિવિધ ઉગ્રવાદી સંહગઠનના લગભગ 9 ઉગ્રવાદીઓની અટકાયત કરી છે. તેમજ અન્ય ઉગ્રવાદીઓને ઝડપી લેવા માટે સુરક્ષા દળોએ અભિયાન તેજ બનાવ્યું છે.
મણિપુરમાં ફરી એકવાર સુરક્ષા દળોની કાર્યવાહી જોવા મળી છે. જ્યાં સુરક્ષા દળોએ ઇમ્ફાલમાં નવ ઉગ્રવાદીઓની કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ ઉગ્રવાદીઓ વિવિધ પ્રતિબંધિત સંગઠનો સાથે સંકળાયેલા હતા. પોલીસે જણાવ્યું હતું કે, થૌબલ જિલ્લાના ચિંગડોમપોક વિસ્તારમાંથી અપહરણ અને ખંડણીમાં સંડોવાયેલા કાંગલેઇપાક કોમ્યુનિસ્ટ પાર્ટી (નોયોન) સાથે જોડાયેલા ચાર સક્રિય સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. તે જ દિવસે, ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના ખાબેસોઈ વિસ્તારમાંથી ખંડણીમાં સામેલ અને KCP (PWG) સંગઠન સાથે જોડાયેલા ચાર સક્રિય આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી.
આ ઉપરાંત પોલીસે ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના નુંગોઈ અવંગ લીકાઈ વિસ્તારમાંથી UNLF (પંબાઈ) ના એક સક્રિય સભ્યની ધરપકડ કરી અને તેની પાસેથી પિસ્તોલ જપ્ત કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા ઉગ્રવાદીઓ શહેરમાં ખંડણી અને હથિયારોની હેરફેરમાં સામેલ હતા.