1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળો બનાવવા એક કરોડ વૃક્ષો વવાશે
ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળો બનાવવા એક કરોડ વૃક્ષો વવાશે

ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળો બનાવવા એક કરોડ વૃક્ષો વવાશે

0
Social Share

અમદાવાદ, 2 જુલાઈ, 2026 : Ten million trees will be planted to make the Gandhinagar Lok Sabha constituency  ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળો બનાવવા માટે આગામી તા. 12મી જુલાઈએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વૃક્ષારોપણ ઝૂંબેશનો પ્રારંભ કરાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષારોપણની આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હરિયાળી લોકસભા ગાંધીનગર લોકસભા અભિયાન અંતર્ગત 12 જુલાઈના રોજ એક સાથે એક કરોડ જેટલા વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળો બનાવવાના અભિયાન અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં 12 જુલાઈના રોજ અમદાવાદના સાયન્સ સિટી ખાતે વિશાળ વૃક્ષારોપણ સમારોહ યોજાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઐતિહાસિક વૃક્ષારોપણની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરેક કાર્યકર્તાથી લઈને નેતાઓને વૃક્ષના રોપણથી લઈને મોટું થાય ત્યાં સુધીની જવાબદારી સોંપવામાં આવશે.

આ અંગે માહિતી આપતા શહેરના મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે, હરિયાળી લોકસભા ગાંધીનગર લોકસભા અભિયાન અંતર્ગત 12 જુલાઈના રોજ એક સાથે એક કરોડ જેટલા વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. છેલ્લા 4 વર્ષમાં 100થી વધુ ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યા છે જેને ખુલ્લા મુકવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, ગાંધીનગર લોકસભામાં મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવશે, જેમાં ધાર્મિક સંસ્થાઓ, NGO, બિલ્ડરો, સ્વામિનારાયણ સંસ્થા, ભાગવત વિદ્યાપીઠ જેવી અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ જવાબદારી લેવામાં આવશે. કલેક્ટરના પ્લોટ ગૌચરની જમીન તેમજ જે ખાલી પ્લોટ પડ્યા છે ત્યાં તમામ જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા વર્ષ 2019થી ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવા માટે વૃક્ષારોપણ અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત દર વર્ષે લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવે છે, જેના કારણે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતા વિસ્તારોમાં ગ્રીન કવરમાં પણ વધારો થયો છે. ( File photo)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code