1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટના 150 ફુટ રિંગ રોડ પર BRTS ટ્રેક નાનો કરીને રોડને પહોળો કરાશે
રાજકોટના 150 ફુટ રિંગ રોડ પર BRTS ટ્રેક નાનો કરીને રોડને પહોળો કરાશે

રાજકોટના 150 ફુટ રિંગ રોડ પર BRTS ટ્રેક નાનો કરીને રોડને પહોળો કરાશે

0
Social Share

રાજકોટ, 8 મે 2026BRTS track on 150 feet ring road to be narrowed and road to be widened શહેરની વસતીમાં વધારો થતા વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા શહેરના દરેક વિસ્તારોમાં જાવા મળે છે. શહેરના 150 ફૂટ રિંગરોડનું નિર્માણ લગભગ 15 વર્ષ પહેલાં થયું હતું. જેમાં પ્રથમ બીઆરટીએસ અને સાયકલ ટ્રેક સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. જે-તે સમયે આ રોડ શહેરના છેવાડે હોવાને લઇ ટ્રાફિકની ખાસ સમસ્યા થતી નહોતી. પરંતુ છેલ્લા 5 વર્ષમાં વિકાસ થતા હવે 150 ફૂટનો આ રોડ શહેરની મધ્યમાં આવી ગયો છે. 24 કલાક ટ્રાફિકથી ધમધમતો રહે છે. રોડની સાઈડમાં સાયકલ ટ્રેકમાં પણ દબાણો થઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડનો અડધો ભાગ તો બીઆરટીએસ કોરીડોરે રોકી છે. આથી હવે આરએમસી દ્વારા અંદાજે રૂ. 100 કરોડથી વધુના ખર્ચે 150 ફુટ રિંગ રોડનું નવીનીકરણ કરવામાં આવશે. જેમાં BRTS ટ્રેકની પહોળાઈ ઘટાડવી, સાયકલ ટ્રેક અને દબાણો દૂર કરવા સહિતનાં મહત્વના ફેરફાર કરવામાં આવશે. ટૂંક સમયમાં આ માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી પૂરતી શકયતા છે.

શહેરના હાર્દ સમા 150 ફૂટ રિંગરોડની મ્યુનિ.દ્વારા કાયાપલટ કરવામાં આવશે.  અગાઉ જુના શાસકોના સમયમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં માધાપર ચોકથી ગોંડલ ચોકડી સુધીના 10.5 કિલોમીટરના માર્ગને રી-ડિઝાઇન કરવા દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. આ માટે સુરતની સરકારી સંસ્થાને સલાહકાર તરીકે રોકવા અને સંપૂર્ણ રીપોર્ટ તૈયાર કરવા મંજૂરી અપાઈ હતી. આ સંસ્થા દ્વારા અમદાવાદના સરખેજ ગાંધીનગર રોડ, SP રિંગ રોડ, સીંધુંભવન રોડ સહિતના રસ્તાની ડિઝાઇન તૈયાર કરાઈ છે. જેના દ્વારા અભ્યાસ કરી બાદમાં રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર સર્વે બાદ કુલ 10.7 કિલોમીટરના માર્ગની નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવશે.

શહેરમાં દોઢ દાયકા પહેલા 108 કરોડના ખર્ચે બનેલા 10.07 કિલોમીટરના 150 ફૂટ રિંગરોડ ઉપર રી-ડિઝાઇન માટે સુરતની સરકારી સંસ્થાને સર્વે કરવા કામ સોંપવા અગાઉ નિર્ણય લેવાયો હતો. આ સંસ્થા દ્વારા માધાપર ચોકથી ગોંડલ ચોક સુધીના રસ્તામા ક્યાં રસ્તો પહોળો કરવાની જરૂર છે, ક્યાં પાણી ભરાઈ છે, ક્યાં સાયકલ ટ્રેકની જરૂર છે ક્યાં સર્વિસ રોડમાં ફેરફાર કરવો સહિતનો અભ્યાસ કરી રોડની રી-ડિઝાઇન સર્વે કરવામાં આવશે અને રિપોર્ટ તૈયાર કરી સુપ્રત કરવામાં આવશે. આ માટે 1 કિલોમીટરના સર્વેના 9 લાખ રૂપિયા ચાર્જ હોય છે અને જેમ કામગીરી થતી જાય તેમ-તેમ તબક્કાવાર પેમેન્ટ કરવાનું રહેતું હોય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code