1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નવા શૈક્ષણિક સત્રથી ભાષા-ગણિત અને વિજ્ઞાન સહિત 32 જેટલા પાઠ્ય પુસ્તકો બદલાશે
નવા શૈક્ષણિક સત્રથી ભાષા-ગણિત અને વિજ્ઞાન સહિત 32 જેટલા પાઠ્ય પુસ્તકો બદલાશે

નવા શૈક્ષણિક સત્રથી ભાષા-ગણિત અને વિજ્ઞાન સહિત 32 જેટલા પાઠ્ય પુસ્તકો બદલાશે

0
Social Share

અમદાવાદ, 26 માર્ચ 2026: 32 textbooks for grades 2 to 11 will be changed આગામી નવા શૈક્ષણિક વર્ષ 2026-27થી પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 2થી 11 સુધી 32 પાઠ્ય-પુસ્તકો બદલાશે. રાજ્ય સરકાર દ્વારા કુલ 32 પાઠ્યપુસ્તકોને સંપૂર્ણપણે નવી શૈક્ષણિક સામગ્રી સાથે બદલવામાં આવ્યા છે. નવા પાઠ્યપુસ્તકોમાં ભાષા, ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી અને પર્યાવરણ વિષયો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણની સાથે ટેકનિકલ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવા પ્રોત્સાહન મળશે.

ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકમાં 32 જેટલા પાઠ્ય-પુસ્તકો બદલાશે. નવા પાઠ્ય પુસ્તકોમાં સાંપ્રત સમય મુજબ ફેરફાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને કોમ્પ્યુટર વિષયમાં ભાર મુકવામાં આવ્યો છે. ધોરણ 9 અને 11માં વર્ષ 2013-14થી ચલાતા જૂના પુસ્તકોને હટાવીને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આધુનિક પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને ડિજિટલ ટેકનોલોજી સંબંધિત વિષયો સામેલ કરવામાં આવ્યા છે. આ નવા અભ્યાસક્રમથી વિદ્યાર્થીઓને ટેકનોલોજી-આધારિત દુનિયામાં તાલીમ મળશે અને ભવિષ્યમાં ટેકનિકલ અને પ્રોફેશનલ ક્ષમતાઓ વિકસાવવામાં મદદ મળશે.

જ્યારે પ્રાથમિક સ્તરે પણ મહત્વપૂર્ણ ફેરફારો થયા છે. ધોરણ-2ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ભાષામાં ‘વાચનમાળા’ નામનું નવુ પુસ્તક તૈયાર કરવામાં આવ્યુ છે, જે ભાષા વિકાસ અને વાંચનક્ષમતા વધારવામાં મદદ કરશે. ધોરણ-3માં ‘ગણિત મેળો’ અને પર્યાવરણ વિષયમાં ‘આપણી અદ્ભૂત દુનિયા’ પુસ્તકનો સમાવેશ કરવામાં આવ્યો છે. ધોરણ-6 માટે ‘ગણિત પ્રકાશ’ અને વિજ્ઞાનમાં ‘કુતૂહલ’ નવા પાઠ્યપુસ્તકો રજૂ કરવામાં આવ્યા છે. આ ફેરફારો માત્ર ગુજરાતી માધ્યમ માટે જ નહીં, પરંતુ હિન્દી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પણ લાગુ કરવામાં આવ્યા છે, જેથી દરેક વિદ્યાર્થી સમાન ગુણવત્તાવાળા અભ્યાસક્રમનો લાભ મેળવી શકે.

રાજ્યના શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે, નવા પુસ્તકોમાં આધુનિક ટેકનિક, પ્રશ્ન કૌશલ્ય, સર્જનાત્મકતા અને વ્યવહારિક અભ્યાસ પર ભાર મૂકાયો છે, જેથી વિદ્યાર્થીઓમાં ક્રિટિકલ થિંકિંગ અને વિશ્લેષણાત્મક ક્ષમતામાં સુધારો થશે. ધોરણ 7 અને 8માં ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ના મૂલ્યોને સામેલ કરીને વિદ્યાર્થીઓને આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યો વિશે સમજણ આપવામાં આવશે. પૂર્વે ધોરણ-6થી 8માં એક જ પુસ્તકનો ઉપયોગ થતો હતો, પરંતુ નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ 7 માટે નવું સંપૂર્ણ પુસ્તક અમલમાં આવશે.આ ફેરફારોનો મુખ્ય ઉદ્દેશ માત્ર શૈક્ષણિક જ્ઞાન આપવાનો નથી, પણ વિદ્યાર્થીઓને ટેકનોલોજી, વૈજ્ઞાનિક સમજણ, નૈતિક મૂલ્યો અને સર્જનાત્મકતા સાથે ભવિષ્ય માટે તૈયાર કરવાનોછે. નવા પાઠ્યપુસ્તકોમાં ખાસ કરીને પ્રોગ્રામિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પર્યાવરણ, ગણિત અને વિજ્ઞાનના આધુનિક મુદ્દાઓને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code