HomeગુજરાતીગુજરાતAMCના પ્લોટ્સ ભાડે લેનારાઓએ માહિતી દર્શાવતું બોર્ડ લગાવવું પડશે

AMCના પ્લોટ્સ ભાડે લેનારાઓએ માહિતી દર્શાવતું બોર્ડ લગાવવું પડશે

અમદાવાદ, 23 સપ્ટેમ્બર,2026 :  Those renting AMC plots will have to install information boards શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જુદા જુદા હેતુ માટે પ્લોટ્સ ભાડે આપવામાં આવતા હોય છે. મ્યુનિના પ્લોટ્સ ભાડે લેનારા સામે હેતુફેર સહિત અનેક ફરિયાદો ઊઠતી હોય છે. ત્યારે પારદર્શકા જળવાઈ રહે તે માટે હવે  મ્યુનિના પ્લોટ ભાડે લેનાર વ્યક્તિએ પ્લોટની બહાર ગેટ પાસે અથવા એન્ટ્રીની જગ્યામાં માહિતી દર્શાવતું બોર્ડ લગાવવું ફરજિયાત રહેશે. જે હેતુ અને જેટલા સમય માટે પ્લોટ ભાડે લેવામાં આવ્યો હોય તેમ જ ભાડે લેનાર વ્યક્તિના નામ મોબાઈલ નંબર સહિતની વિગતો દર્શાવતું આ બોર્ડ લગાવવું પડશે. ત્રણ મહિનાથી વધારે સમય ગાળા માટે જે વ્યક્તિ પ્લોટ ભાડે મેળવે છે તેને આ બોર્ડ લગાવવું ફરજિયાત છે.

એએમસીના ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટ ભાડે લેવામાં આવતા હોય છે. જેમાં કેટલીક ગેરરીતિઓની સ્થાનિક નાગરિકો અને કાઉન્સિલરોની ફરિયાદ મળી હતી કે જેટલા સમય માટે પ્લોટ ભાડે લેવામાં આવે છે તેના કરતાં વધુ સમય માટે વાપરવામાં આવે છે. તેમજ જે હેતુ માટે પ્લોટ લેવામાં આવતો હોય છે એના કરતાં અન્ય હેતુનો પણ ઉપયોગ થતો હોય છે.

મ્યુનિના પ્લોટ્સ ભાડે લેનારાઓ હેતુફેર કરતા હોય છે. આ અંગેની ફરિયાદો મળતા એએમસીની ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.  હવેથી ત્રણ મહિનાથી વધુ સમય માટે જે વ્યક્તિ પ્લોટ ભાડે મેળવે છે. તેમણે ફરજિયાત હેતુ ભાડે લેનાર વ્યક્તિ અને સમય સાથેનું બોર્ડ લગાવવું પડશે. જે લોકોએ હાલમાં પ્લોટ ભાડે લીધા છે તેમણે પણ આ બોર્ડ લગાવવું પડશે.

એએમસીમાં પ્લોટ ભાડે મેળવવાની નીતિ અંતર્ગત અથવા સ્ટેન્ડિંગ કમિટી જ્યાંથી પણ ધાર્મિક, બિલ્ડીંગ મટીરીયલ, સીઝનેબલ, કોમર્શિયલ કે કોઈપણ પ્રવૃત્તિ માટે ભાડે લેવામાં આવે છે તો તેની નાગરિકો અને સ્થાનિક કાઉન્સિલરોના ધ્યાનમાં રહે તેના માટે આ બોર્ડ લગાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular