Homeગુજરાતીગુજરાતરાષ્ટ્રપતિ દ્રૌપજી મુર્મુ આજે M S યુનિના પદવીદાન સમારોહમાં ઉપસ્થિતિ રહેશે

રાષ્ટ્રપતિ દ્રૌપજી મુર્મુ આજે M S યુનિના પદવીદાન સમારોહમાં ઉપસ્થિતિ રહેશે

વડોદરા, 23 સપ્ટેમ્બર,2026 : President Draupji Murmu will be present at the graduation ceremony of M S University રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બુધવારે એમ. એસ. યુનિવર્સિટીના વાર્ષિક દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે તેમજ પાદરા ખાતે સ્થિત બ્રહ્માકુમારીઝના વૈશ્વિક આધ્યાત્મિક મહેલના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાતને લીધે વડોદરા શહેર પોલીસ તંત્ર સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે અને સુરક્ષા તેમજ ટ્રાફિક વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બુધવારે એમ એસ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં અતિથિપદે ખાસ ઉપસ્થિતિ રહીને વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરશે. રાષ્ટ્રપતિના આગમનને લીધે તેમના સ્વાગતથી લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિના પ્રવાસ સંદર્ભે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહમા કોમાર દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જે બાદ તેઓએ વિગતો આપતા જણાવ્યું કે રાષ્ટ્રપતિની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચુક ન રહી જાય તે માટે શહેરભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વડોદરાના નાગરિકોને અવરજવરમાં કોઈ પણ પ્રકારની અગવડ કે હાલાકી ન ભોગવવી પડે તે માટે રૂટ ડાયવર્ઝન, વાહન પાર્કિંગ અને ટ્રાફિક નિયંત્રણ માટે વિશેષ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે એક જોઇન્ટ સીપી, 12 જેટલા એસીપી અને ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ, અંદાજે 50 જેટલા પીઆઇ અને પીએસઆઇ તેમજ 700થી વધુ પોલીસ જવાનોને વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા છે. વિમાનમથકથી લઈને કાર્યક્રમના સ્થળ સુધીના તમામ માર્ગો પર સીસીટીવી અને પેટ્રોલીંગ દ્વારા ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે. વડોદરા શહેર પોલીસ આ સમગ્ર પ્રોટોકોલ અને આધ્યાત્મિક તેમજ શૈક્ષણિક કાર્યક્રમો શાંતિપૂર્ણ અને સુચારુ માહોલમાં સંપન્ન થાય તે માટે પૂર્ણપણે કટિબદ્ધ છે.

એમ એસ યુના 75માં પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના 202 જેટલા વિધાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. જેમાં 60 ગોલ્ડ મેડલ યુજી અને 141 ગોલ્ડ મેડલ પીજી કક્ષાના છે. જ્યારે લેક્ચર સિરીઝમાં એક ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે વોટરપ્રૂફ જર્મન ડોમની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular