Homeગુજરાતીગુજરાતભાવનગરમાં અકસ્માતની વિવિધ ઘટનામાં ત્રણ વ્યક્તિનાં મોત

ભાવનગરમાં અકસ્માતની વિવિધ ઘટનામાં ત્રણ વ્યક્તિનાં મોત

ભાવનગરઃ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન ભાવનગર જિલ્લામાં અકસ્માતની 3 જેટલી ઘટના નોંધાઈ હતી. આ દૂર્ઘટનામાં એક વિદ્યાર્થિની સહિત 3 વ્યક્તિના મોત થયાં હતા. ભાવનગર જિલ્લામાં ગઈ કાલે અકસ્માતની વિવિધ ઘટનામાં ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયા હતા. શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતી જીલ બારૈયા શાળાએ જતી હતી ત્યારે કાર ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું. અન્ય એક ઘટનામાં નિકોલ બંધારાના પાળા પરથી પસાર થતાં અચાનક પગ લપસી જતા હનીફભાઈ રફીકભાઈ ડૂબી જતાં તેમનું મૃત્યુ થયું હતું.

જિલ્લાના પાલીતાણાના દુધાળા ગામના પાટીયા નજીક બાઇક અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માતની ઘટનામાં ભાવનગરના યુવાનનું બનાવ સ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પાલીતાણા ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular