Homeગુજરાતીગુજરાતગુજરાતમાં 45થી 55 કિલોમીટરની ઝડપે ફુંકાયેલા ટાઢાબેળ પવનને લોકોને ધ્રૂજાવ્યા

ગુજરાતમાં 45થી 55 કિલોમીટરની ઝડપે ફુંકાયેલા ટાઢાબેળ પવનને લોકોને ધ્રૂજાવ્યા

  • હવે તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થવાની શક્યતા
  • દક્ષિણ ગુજરાતમાં  પ્રેશર ગેડિયન્ટ સર્જાતા પવનની ગતિ વધી
  • લોકોને બપોરના ટાણે ગરમીનો અહેસાસ થશે

અમદાવાદઃ શિયાળાની વિદાય અને ઉનાળાના આગમનને હવે 20 દ’હાડા બાકી રહ્યા છે. ત્યારે છેલ્લા બે દિવસથી ઠંડો પવન ફુંકાય રહ્યો છે. હાલ બપોરે થોડી ગરમી અને રાતે ઠંડી અનુભવાઈ રહી છે. દક્ષિણ ગુજરાતના ભાગો પર એક પ્રેશર ગેડિયન્ટ સર્જાયું છે, એને કારણે પવનની ગતિ વધી છે. વચ્ચે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત આગામી 24 કલાક દરમિયાન ઠંડીનું જોર પણ ઘટશે

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઠંડા પવનનો ફૂંકાઈ રહ્યા છે, એને કારણે ઠંડક અનુભવાય રહી છે. હજુ પણ આગામી 24 કલાક રાજ્યના વિવિધ ભાગોમાં 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતના તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ઝડપી ગતિએ પવન ફૂંકાવાની શક્યતા વચ્ચે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત આગામી 24 કલાક દરમિયાન ઠંડીનું જોર પણ ઘટશે, કારણ કે ગુજરાત પર આવતા પવનો ઉત્તરપૂર્વ અને પૂર્વ દિશા તરફથી આવી રહ્યા છે, એને કારણે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થતાં ગરમીનો અનુભવ થશે.

હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ  દક્ષિણ ગુજરાતના ભાગો પર એક પ્રેશર ગેડિયન્ટ સર્જાયું છે, એને કારણે પવનની ગતિ વધી છે. શુક્રવારે પણ ગુજરાત પર 35થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનનો ફૂંકાઈ રહ્યા હતા. આજે પણ મોડીરાત્રે અને વહેલી સવારથી જ મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ઝડપી ગતિએ પવનનો ફૂંકાઈ રહ્યા છે. આજે દિવસ દરમિયાન 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, સાથે ઉત્તર-પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવનો આવતા હોવાથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે, જેથી ગુજરાતવાસીઓને થોડા અંશે ગરમીનો અનુભવ થશે. આગામી 24 કલાક દરમિયાન પવનની ગતિ વધુ રહેતાં ગરમીથી રાહત પણ મળી શકે છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img