1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાધનપુર- વારાહી હાઈવે પર ટ્રેલરમાં ભીષણ આગ લાગતા ટ્રાફિક ખોરવાયો
રાધનપુર- વારાહી હાઈવે પર ટ્રેલરમાં ભીષણ આગ લાગતા ટ્રાફિક ખોરવાયો

રાધનપુર- વારાહી હાઈવે પર ટ્રેલરમાં ભીષણ આગ લાગતા ટ્રાફિક ખોરવાયો

0
Social Share

પાટણ, 20 એપ્રિલ 2026: Massive fire in trailer જિલ્લાના રાધનપુર-વારાહી નેશનલ હાઈવે પર મોટી પીપળી ગામ નજીક ટ્રેલરમાં ભીષણ આગ લાગતા હાઈવે પર અફડા-તફડી મચી ગઈ હતી. આ ઘટનાને કારણે હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

આ બનાવની વિગત એવી છે કે,  રાધનપુરથી વારાહીને જોડતા નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલા ટ્રેલરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાની સાથે જ ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી વાહન ઉભું રાખી નીચે ઉતરી ગયો હતો, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખા ટ્રેલરને લપેટમાં લઈ લીધું હતું.  નેશનલ હાઈવે પર ચાલુ વાહનમાં આગ લાગવાની આ ઘટનાને પગલે અન્ય વાહનચાલકોમાં ભય ફેલાયો હતો. આગની તીવ્રતાને કારણે રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના પરિણામે થોડા સમય માટે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને તંત્રને જાણ કરવામાં આવી હતી.

પ્રાથમિક દ્રષ્ટિએ આ દુર્ઘટનામાં ટ્રેલરને મોટાપાયે નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે. ઘટના બાદ બળી ગયેલા વાહનને હાઈવે પરથી હટાવી ટ્રાફિક સામાન્ય કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code