1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાલનપુરમાં માલણ દરવાજા નજીક ડમ્પિંગ સાઈટને લીધે રસ્તો બંધ થતા લોકો પરેશાન
પાલનપુરમાં માલણ દરવાજા નજીક ડમ્પિંગ સાઈટને લીધે રસ્તો બંધ થતા લોકો પરેશાન

પાલનપુરમાં માલણ દરવાજા નજીક ડમ્પિંગ સાઈટને લીધે રસ્તો બંધ થતા લોકો પરેશાન

0
Social Share

પાલનપુર, 20 એપ્રિલ 2026: People are troubled as the road is closed due to dumping site શહેરના માલણ દરવાજાથી ડમ્પિંગ સાઇટ તરફ જતાં માર્ગ ઉપર માત્ર 500 મીટરમાં કચરાના ઢગલા થઇ ગયા હોવાથી  3 કિલોમીટરનો રોડ છેલ્લા એક વર્ષથી બંધ થઇ ગયો છે. જેના કારણે 10 સોસાયટીઓ અને 8થી વધુ ગામના લોકોને વધારાના 5 કિલોમીટરનું ચક્કર કાપવું પડી રહ્યું છે. વારંવાર રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનો કોઇ ઉકેલ આવ્યો ન હોઇ સ્થાનિક રહીશો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન થકી જવાબ આપવા માટે મક્કમ બન્યા છે.

શહેરના માલણ દરવાજાથી બે રોડ પૈકી એક પોલીટેકનીક કોલેજ, હાઉસીંગ બોર્ડ થઇ ધનિયાણા ચોકડી તરફ જાય છે. જ્યારે બીજો રોડ ઝમઝમ સોસાયટીથી ડમ્પિંગ સાઇટ, રામપુરા ચોકડીને સાંકળે છે. આ માર્ગ ઉપર ડમ્પિંગ સાઇટ નજીક માત્ર 500 મીટરમાં કચરો અને પુષ્કળ પ્રમાણમાં માટીના ઢગલા થઇ ગયા હોવાથી વાહનો પસાર થઇ શકતા નથી. સ્થાનિક રહીશોના કહેવા મુજબ આ માર્ગ પર ડમ્પિંગ સાઈટને લીધે છેલ્લા એક વર્ષથી વાહન વ્યવહાર બંધ છે. સ્થાનિક લોકોએ રામપુરા ચોકડી જવું હોય તો ધનિયાણા ચોકડીથી 5 કિલોમીટર સુધીનું ચક્કર મારવું પડી રહ્યું છે.

શહેરના માલણ દરવાજા નજીક ડમ્પિંગ સાઈટને લીધે ઘણા સમયથી લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. 10 સોસાયટી અને 8 ગામોના લોકો ડમ્પિંગ સાઇટ ખસેડવાની માગ કરી રહ્યા છે.  ડમ્પિંગ સાઈટને લીધે હસનપાર્ક સોસાયટી, હલીમા સોસાયટી, ઝમઝમ રેસીડન્સી, અજવા રેસીડન્સી, રામપુરા ચોકડી અને તેની આજુબાજુ આવેલી 5થી વધુ સોસાયટીઓ, બ્રહ્મપુરી સોસાયટી, રામપુરા ગામ, અલીગઢ, વાસડા, માલણ, હાથીદ્રા, પેડાગડા, વીરમપુરના લોકો પરેશાન થઇ રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code