1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જામનગર જિલ્લામાં જૂદા જૂદા અકસ્માતના બનાવમાં મહિલા સહિત બેનાં મોત
જામનગર જિલ્લામાં જૂદા જૂદા અકસ્માતના બનાવમાં મહિલા સહિત બેનાં મોત

જામનગર જિલ્લામાં જૂદા જૂદા અકસ્માતના બનાવમાં મહિલા સહિત બેનાં મોત

0
Social Share
  • જિલ્લામાં દરેડ નજીક બુલેટ મોટરસાયકલ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
  • લાલપુર નજીક બે બાઈક સામસામે અથડાતા એક બાઈકચાલકનું મોત
  • પોલીસે બન્ને બનાવમાં અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં અકસ્માતના વધુ બે બનાવોમાં મહિલા સહિત બેના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ દરેડ નજીક હાઈવે પર સર્જાયો હતો. બલેટને ટ્રકે ટક્કર મારતા બુલેટસવાર દંપતી રોડ પર પટકાયું હતું જેમાં બુલેટ સવાર પત્નીનું મોત નિપજ્યું હતું. જ્યારે પતિને ઈજાઓ થઈ હતી. જ્યારે બીજા અકસ્માતના બનાવમાં લાલપુરના નવી પીપર ગામ નજીક બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવાનું મોત નિપજ્યું હતું.

પ્રથમ અકસ્માતના બનાવની વિગત એવી છે કે,  જામનગર નજીક દરેડ હાઈવે પર બુલેટ મોટરસાયકલ લઈને સંજયભાઈ દુદાભાઈ ખૂંટી (ઉ.વ.32)  પત્ની શાંતિબહેન (ઉ.વ.32) જઈ રહ્યા હતા. ત્યારે પૂર ઝડપે આવેલી ટ્રકે બુલેટ મોટરસાયકલને ટક્કર મારી હતી. અને બુલેટસવાર દંપતિ રોડ પર પટકાયુ હતું. જેમાં શાંતિબેનને વધારે ઈજા થતાં 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાં તેનું મૃત્યુ નિપજ્યુ હતુ. આ અકસ્માતના બનાવ અંગે ઇજાગ્રસ્ત બુલેટ ચાલક સંજયભાઈ ખૂંટીએ પંચકોશી એ.ડિવિઝન પોલીસ મથકમાં ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

અકસ્માતનો બીજો બનાવ લાલપુર પંથકમાં બન્યો હતો. લાલપુર તાલુકાના ટેભડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ભીમશીભાઇ જેતશીભાઈ ડાંગર નામના 38 વર્ષના ખેડૂત યૂવાન પોતાનું મોટરસાયકલ લઈને લાલપુરથી નવી પીપર ગામે વાડીએ જવા માટે રોડ પર સાઈડમાં ઊભા હતા, જે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા જી.જે.10 ડી.બી. 7745 નંબરના બાઈકના ચાલકે તેઓના બાઇકને ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો, અને ખેડૂત યુવાન ભીમશીભાઈ ડાંગર નીચે પટકાઈ પડતાં તેને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, ત્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માતના બન્ને બનાવમાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code