1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 16મી મેએ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 16મી મેએ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 16મી મેએ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે

0
Social Share

અમદાવાદ, 13 મે 2026 : Union Home Minister Amit Shah will arrive in Gujarat on a two-day visit   કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આગામી 16 મેના રોજ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ 16મી મે અને 17 મેના રોજ અમદાવાદ અને ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે. એએમસીના નવનિયુક્ત કોર્પોરેટરોને પણ મળશે. તેમજ પોતાના મતક્ષેત્રના વિકાસ કાર્યોને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે પણ બેઠક કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં અમદાવાદના મેયર સહિતના મુખ્ય પાંચ પદાધિકારીઓની વરણી કરવામાં આવે તેવી શક્યતા છે.

ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 16 અને 17 મેના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, શાહ અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપની ભવ્ય જીત અને રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ પ્રથમ વખત ગૃહમંત્રી ગુજરાત ખાતે આવી રહ્યા છે. રાજ્યમાં તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને મુખ્ય પદાધિકારીઓની નિમણૂકો હજી બાકી છે ત્યારે ગૃહમંત્રીના ગુજરાત પ્રવાસ દરમિયાન નામોની જાહેરાત થાય તેવી શક્યતા છે.

 સૂત્રોના કહેવા મુજબ આગામી 14 મે બાદ તમામ મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર પદ માટે ચૂંટણી કરવા મહાનગરપાલિકામાં કમિશનર દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવશે અને સ્ટેન્ડિંગ ચેરમેન માટે જાહેરાત થશે. જેથી અમદાવાદમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રીની હાજરીમાં મેયર સહિતના મુખ્ય પદાધિકારીઓની જાહેરાત થાય તેવી પૂરી શક્યતા છે. અમદાવાદ મહાનગરપાલિકા રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા છે જેથી મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક માટે ચર્ચા બાદ નામની જાહેરાત થશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે આગામી 16 મેના રોજ ગાંધીનગર લોકસભા અંતર્ગત અમદાવાદમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યો, તળાવોના ઇન્ટરલિન્કિંગ, ચોમાસામાં મિશન 5 મિલિયન ટ્રી સહિતના વિવિધ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવશે. ગાંધીનગર લોકસભામાં આવતા વિસ્તારોમાં વિકાસ કાર્યો ઝડપથી થાય તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે તેમજ ગાંધીનગર વિસ્તારના પણ વિકાસ કામોને લઈને બેઠક કરવામાં આવશે. 17 મેના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા સંચાલિત મધુર ડેરીના નવા મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code