1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વિશ્વમાં બદલાતા પ્રવાહની સાથે યુનિવર્સિટીઓએ તાલ મિલાવવો પડશેઃ મોઢવાડિયા
વિશ્વમાં બદલાતા પ્રવાહની સાથે યુનિવર્સિટીઓએ તાલ મિલાવવો પડશેઃ મોઢવાડિયા

વિશ્વમાં બદલાતા પ્રવાહની સાથે યુનિવર્સિટીઓએ તાલ મિલાવવો પડશેઃ મોઢવાડિયા

0
Social Share

ગાંધીનગર, 09 માર્ચ 2026: Universities will have to keep pace with the changing trends in the world,  વિશ્વમાં બદલાતા પ્રવાહની સાથે રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ક્ષેત્રે રાજ્યની યુનિવર્સિટીઓની ભૂમિકા અગત્યની છે. નવા બદલાવની સાથે આપણી યુનિવર્સિટીઓએ તાલ મિલાવવો પડશે. યુનિવર્સિટીઓ માત્ર શિક્ષણ કેન્દ્રો નહીં પરંતુ શોધ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાના સશક્ત કેન્દ્રો તરીકે વિકસવી જોઈએ. વૈજ્ઞાનિક ચેતના અને ટેકનોલોજીકલ નેતૃત્વનું સંવર્ધન વડાપ્રધાનના “વિકસિત ગુજરાત અને વિકસિત ભારત @૨૦૪૭”ના સપનાને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમ, સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી  અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.

સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી  અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં તેમજ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા અંગેની વ્યૂહરચના માટે આજે ગાંધીનગર ખાતે રાજ્યમાં પ્રથમવાર એક દિવસીય ‘વાઈસ ચાન્સેલર મીટ’ યોજાઈ હતી.

મંત્રી  મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વર્ષ ૨૦૦૩માં સૌ પ્રથમ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની રચના કરવામાં આવી હતી. જેના પરિણામે આજે આ વિભાગ અંતર્ગત સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રે અનેકવિધ નવા સંશોધનો હાથ ધરવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટી આ ક્ષેત્રે રાજ્યના ટેલેન્ટ યુવાધનને સમયને અનુરૂપ તાલીમ આપી સજ્જ કરે તે જરૂરી છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા આગામી વર્ષના બેજટમાં શિક્ષણ ક્ષેત્રે સૌથી વધુ રૂ. ૬૨ હજાર કરોડનું બજેટ ફાળવીને શિક્ષણને નવી દિશા આપવાનો સંકલ્પ કર્યો છે. નાણાના અભાવે કોઇપણ સંશોધન કાર્ય અટકે નહીં તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.

રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા જે સંશોધન થાય છે જેનો સીધો લાભ ખેડૂતો અને દેશના નાગરીકોને થઇ રહ્યો છે, આ દિશામાં આપણી યુનિવર્સિટીઓને પણ કામ કરવું પડશે. કોઈ પણ બિઝનેશ માટે તેને અનુરૂપ ઇકોસિસ્ટમ વિકસાવી જોઈએ તો જ સારૂ પરિણામ મળી શકે. સેમી કંડકટર ક્ષેત્રે ગુજરાત દેશનું હબ બનવા જઈ રહ્યું છે તેની પાછળ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ અગત્યની ભૂમિકા ભજવે છે. આ માટે યુનિવર્સિટીઓએ અલગ વ્યવસ્થા વિકસાવવી જોઈએ તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગને આ નવીન પહેલ બદલ અભિનંદન આપતા જણાવ્યું હતું કે, યુનિવર્સિટીઓ આગામી પેઢીના વૈજ્ઞાનિકો, ટેકનોલોજિસ્ટો અને નવીન વિચારકોને ઘડવામાં મહત્વપૂર્ણ પરિવર્તનકારી ભૂમિકા ભજવી રહી છે. વડાપ્રધાનના ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ના વિઝનને સાકાર કરવા ગુજરાત ગ્રોથ એન્જિનની ભૂમિકા ભજવી રહ્યું છે. શિક્ષણમાં ટેલેન્ટપુલ, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના જેવી શિક્ષણલક્ષી યોજનાઓના પરિણામે કોલેજમાં વિદ્યાર્થીઓની હાજરી અને નવીન પ્રવેશમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.

શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ  મુકેશ કુમારે કહ્યું હતું કે, રાજ્યમાં ડીપ્લોમાં ટુ ડિગ્રી પોગ્રામમાં બદલાવ આવવાના પરિણામે આ ક્ષેત્રે પ્રવેશમાં વધારો થયો છે. યુનિવર્સિટીઓના માધ્યમથી રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઉપર વધુ ભાર મુકવામાં આવશે તો રોજગારીની તકોમાં પણ નોંધપાત્ર વધારો થશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code