1. Home
  2. ગુજરાતી
  3. ઈરાનના ખામોનીમા મોતના વિરોધમાં પાકિસ્તાનમાં અમેરિકન દૂતાવાસ પર હુમલો, 10ના મોત
ઈરાનના ખામોનીમા મોતના વિરોધમાં પાકિસ્તાનમાં અમેરિકન દૂતાવાસ પર હુમલો, 10ના મોત

ઈરાનના ખામોનીમા મોતના વિરોધમાં પાકિસ્તાનમાં અમેરિકન દૂતાવાસ પર હુમલો, 10ના મોત

0
Social Share

કરાચી, 1 માર્ચ 202610 killed in police firing as mob attacks US embassy in Pakistan અમેરિકા અને ઈઝરાઈલના સંયુક્ત હુલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીનું મોત નિપજતા તેના વિરોધમાં પાકિસ્તાનના  કરાચીમાં હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન એક ટોળાએ યુએસ એમ્બેસીના પરિસરમાં આગ લગાવી અને તોડફોડ કરી હતી. કરાચીમાં લોકો હિંસક વિરોધ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને પ્રદર્શનકારીઓએ યુએસ દૂતાવાસમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ વધુ વણસી જતાં યુએસ દૂતાવાસમાં તૈનાત યુએસ લશ્કરી કર્મચારીઓએ ભીડને વિખેરવા માટે ગોળીબાર કરતા 10  લોકોનાં મોત થયા હતા.

 પાકિસ્તાનના કરાચીમાં હજારો શિયા મુસ્લિમોએ ખામેનીના મોતનો વિરોધ કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. ઇઝરાયલ અને અમેરિકા સામે નારા લગાવતા પ્રદર્શનકારીઓએ અમેરિકન દૂતાવાસમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા દળોના ગોળીબારમાં 10 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે ઘણાબધા યુવાનો ઘાયલ થયા હતા, પરિસ્થિતિ વધુ વણસી જતાં સુરક્ષા દળોએ યુએસ દૂતાવાસ વિસ્તારને ઘેરી લીધો હતો અને ભીડને વિખેરવા કાર્યવાહી કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે અને સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. ઘટના બાદ સમગ્ર પ્રદેશમાં સતર્કતા વધારવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસ અને લાઠીચાર્જનો ઉપયોગ કર્યો. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા કરાચીની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સિંધના ગૃહમંત્રી ઝિયાઉલ હસન લંજરે કરાચીના એડિશનલ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ આઝાદ ખાન પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code