1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઉમરેઠ વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 54.42 ટકા મતદાન
ઉમરેઠ વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 54.42 ટકા મતદાન

ઉમરેઠ વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 54.42 ટકા મતદાન

0
Social Share

આણંદ, 23 એપ્રિલ 2026: 54.42 percent voting till 5 pm in Umreth assembly seat by-election આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં આજે સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વહેલી સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અગાઉના ધારાસભ્યના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક પર આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. આજે બપોરે 3 વાગ્યા સુધીમાં 46.66 ટકા મતદાન થયુ હતુ. જ્યારે સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 54.42 ટકા મતદાન થયુ છે.

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણરીતે મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. જ્યારે 4 જેટલા અપક્ષ સહિત અન્ય પાર્ટીના ઉમેદવારો મેદાનમાં છે. આ ચૂંટણીમાં 2.45 લાખ મતદારો નોંધાયેલા છે. સવારે 11:00 વાગ્યા સુધીમાં  25.65 ટકા મતદાન થયું હતું. જ્યારે બપોરે 1 વાગ્યા સુધીમાં 37.14 ટકા મતદાન નોંધાયું હતુ. ગ્રામ્ય વિસ્તારોના મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યુવા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં 4,174 યુવાઓ પ્રથમ વખત મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગીદાર બન્યા છે. આ ઉપરાંત 1,644 જેટલા વરિષ્ઠ નાગરિકો પણ મતદાન કરવા પહોંચ્યા છે.

ઉમરેઠ બેઠક પર કુલ 6 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, પરંતુ મુખ્ય મુકાબલો ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર અને કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે માનવામાં આવી રહ્યો છે. બંને પક્ષોએ મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું, ત્યારે હવે જનતા કોના પર કળશ ઢોળશે તે જોવું રસપ્રદ રહેશે.

 ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને શાંતિપૂર્ણ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા 306 પોલિંગ સ્ટેશનો તૈયાર કરવામાં આવ્યા છે. સુરક્ષાની દ્રષ્ટિએ 2 DYSP, 4 PI અને આશરે 500 પોલીસ અને હોમગાર્ડના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે CRPFની 3 કંપનીઓ પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે.  આજે મતદાન પૂર્ણ થયા બાદ આગામી ચોથી મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે અને તે જ દિવસે સ્પષ્ટ થશે કે ઉમરેઠની જનતાએ કોને પોતાના નવા પ્રતિનિધિ તરીકે પસંદ કર્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code