1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાબરમતી મધ્યસ્થ જેલના 21 કેદીઓ ધોરણ10ની અને 44 કેદીઓ ધોરણ 12ની પરીક્ષા આપશે
સાબરમતી મધ્યસ્થ જેલના 21 કેદીઓ ધોરણ10ની અને 44 કેદીઓ ધોરણ 12ની પરીક્ષા આપશે

સાબરમતી મધ્યસ્થ જેલના 21 કેદીઓ ધોરણ10ની અને 44 કેદીઓ ધોરણ 12ની પરીક્ષા આપશે

0
Social Share

અમદાવાદઃ આગામી તારીખ ૨૭ ફેબ્રુઆરીથી રાજ્યમાં શરૂ થઈ રહેલી બોર્ડ પરીક્ષાઓ સંદર્ભે અમદાવાદ શહેર અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા સંપૂર્ણ તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં આ વર્ષે બોર્ડ પરીક્ષાઓમાં ધોરણ ૧૦ અને ૧૨ના મળીને કુલ ૯૨,૧૯૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં કુલ ૭૩,૨૬૦ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે.

અમદાવાદ શહેરમાં ધોરણ ૧૦માં ૫૪૬૧૬ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૯૭૨૬ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૭૮૫૩ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.
એ જ રીતે, અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ધોરણ ૧૦માં ૪૬૦૨૦ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૧૮૪૦ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૫૪૦૦ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે.

ગેરરીતિ અટકાવવા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા સંપન્ન થાય તે માટે અમદાવાદ શહેરમાં તમામ ૩૨૨ પરીક્ષા સ્થળો પર અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં તમામ ૨૪૫ પરીક્ષા સ્થળો પર સીસીટીવી કેમેરા દ્વારા પરીક્ષાઓનું મોનિટરીંગ કરવામાં આવશે.

અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના દરેક પરીક્ષા સ્થળ પર સીસીટીવીના સતત મોનીટરીંગ માટે અલગથી ‘સીસીટીવી મોનીટરીંગ સુપરવાઈઝર’ રાખવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં ૧૩૦ અને જિલ્લામાં ૫૨ દિવ્યાંગ પરીક્ષાર્થીઓ માટે લહિયાની વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદ શહેરના પરીક્ષાર્થીઓ માટે સારથી હેલ્પલાઇન વ્હોટસએપ નંબર ૯૯૦૯૯૨૨૬૪૮ તથા જિલ્લા કંટ્રોલ નંબર ૦૭૯૨૭૯૧ ૨૯૬૬ જાહેર કરવામાં આવ્યો છે.
સાથે જ, ‘આત્મવિશ્વાસ પરીક્ષા પે ચર્ચા ‘ અંર્તગત એસ.એસ.સી તથા એચ.એસ.સી વિષયોના પ્રશ્નોના સમાધાન તથા અન્ય મૂંઝવણો અંગે વિષય શિક્ષક તેમજ મનોચિકિત્સક દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

અમદાવાદ શહેરમાં આ વર્ષે સાબરમતી મધ્યસ્થ જેલના ૨૧ કેદીઓ ધોરણ ૧૦ની અને ૪૪ કેદીઓ ધોરણ ૧૨ની પરીક્ષા આપશે.

અમદાવાદ ગ્રામ્ય કચેરી ખાતે પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. અમદાવાદ ગ્રામ્યના ૦૮ એસ.વી.એસ. સેન્ટરમાં વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી મૂંઝવણ માટે માર્ગદર્શન મળી રહે તે માટે એસ.વી.એસ. કન્વીનરશ્રી સમગ્ર બોર્ડની પરીક્ષા દરમ્યાન કાઉન્સેલર તરીકે સેવાઓ આપશે. કન્ટ્રોલ રૂમનો ટેલીફોન નંબર ૦૭૯ ૨૭૯૧૩૨૬૪ છે.

સાથે જ, અમદાવાદ શહેર અને જિલ્લામાં વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ સંપન્ન થાય તે માટે સ્ટ્રોંગ રૂમ, વીજ પુરવઠો, પરીક્ષા કેન્દ્રની નજીક આરોગ્ય સેવાઓ સહિત ટ્રાફિક પોલીસ સાથે પણ સંકલન કરીને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code